Gujarat

ટ્રાફિક ન સર્જાય અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે જૂનાગઢ પોલીસ સજ્જ

મહાશિવરાત્રીના મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ત્યારે આ ભાવિકોની સુરક્ષા-સલામતી જળવાઈ રહે તે માટે જુનાગઢ પોલીસ સજજ છે.

   કોરોના કાળ પછી વર્ષ ૨૦૨૩ નો શિવરાત્રીનો મેળો એવો મેળો છે કે જ્યાં પ્રથમ દિવસથી જ ભાવીકોનો ઘસારો વધ્યો છે.

મેળામાં ઉમટતા ભાવિકોની સુરક્ષા સલામતી માટે ખાસ કરીને પોઈન્ટ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યાં છે. તેના આધારે પોલીસ બંદોબસ્ત અને જુદી-જુદી ટીમોને ગોઠવી દેવામાં આવીછે .અમાસાજિક તત્વો ને ડામવા, ચોરી બનાવો અટકાવવા અને આવરા તત્વો સામે કાર્યવાહી કરવા રોમીયો સ્કોવ્ડ કાર્યરત છે. આમ, સંપૂર્ણ મેળો શાંતિપૂર્ણ મહોલામાં યોજાઈ તે રીતે જૂનાગઢ પોલીસ કામગીરી કરી રહી છે તેમ ડી.વાય એસ.પી શ્રી હિતેશ ધાધલ્યાએ જણાવ્યું હતું.

        મેળા દરમિયાન ટ્રાફિક ન સર્જાય તે માટે બેરિકેટીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત બિનજરૂરી ભીડ એકઠી ન થાય એટલે કે, ક્રાઉડ મેનેજમેન્ટ માટે પુરતો બંદબસ્ત તૈનાત છે.

આઈ.જી.પી. શ્રી મયંકસિંહ ચાવડા, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી સર્વ શ્રી હિતેશ ધાધલ્યા, એ.એસ. પટણી, ડી.વી. કોડિયાતર, સૂરજીત મહેડૂ સુશ્રી કે.ડી. કાપડીયા ઝોન વાઈઝ સતત સુપરવિઝન કરી રહ્યા છે. ઉપરાંત પી.આઈ. સર્વ શ્રી એ.એચ. ગોહિલ, જે. એચ. સિંધવ અને ભવનાથ પોલીસ  સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી એચ.સી. ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓ સતત મેળાની ગિતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

મહાશિવરાત્રીના મેળામાં પાંચ ડી.વાય.એસ.પી, ૨૫ પી.આઈ, ૧૧૦ પીએસઆઈ, ૧૩૨૫ પોલીસકર્મી, ૭૨૮ હોમગાર્ડસ અને ૨ એસ.આર.પી.ની કંપની ફરજ બજાવી રહી છે.

RATNABAPA-aANSETRA-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *