Gujarat

ટ્રેકીંગ,  રોક ક્લાઈમીંગ  – રેપલીંગ,  રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતાની તાલીમ લેતા શિબિરાર્થીઓ  

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કૉર્સ ના શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા  હતા.

ગુજરાત ભરના વિવિધ ૧૨ જિલ્લા ના ૪૭ જેટલા ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો હતો . સફળતા પૂર્વક શિબિર પૂર્ણ કરનાર શિબિરાર્થીઓ હવે માઉન્ટ આબુ ખાતે એડવાન્સ કૉર્સ માટે  જઈ શકશે .

સમાપન કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ના ઉપપ્રમુખ નિલેશભાઈ સોનારા , જિલ્લા રમત ગમત અધિકારી જૂનાગઢ શહેર હિતેશ ભાઈ ડાંગર,  ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ,  જૂનાગઢ ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘ ના પ્રતિનિધિ ભરતભાઈ ભેટારીયા, માનદ ઇન્સ્ટ્રક્ટર મિલન વાગડીયા, કલ્પેશ બારૈયા, વિમલ વાગડીયા, વિપુલ કરેણા, કલ્પેશ ડાભી, સંદીપ ભીલ ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગુજરાત ના યુવાનો ને સાહસ ના ક્ષેત્રે અગ્રેસર કરવા અને શારીરિક અને માનસિક રીતે કોઈ પણ સંજોગો માં જુકે નહિ તેવા ત્યાર કરવા ના હેતુ સાથે આ શિબિર યોજાઈ હતી.

ખડક ચઢાણ બેઝિક કોર્સમાં ભાગ લઈ ટ્રેકીંગ,  પી.ટી.તાલીમ, રોક ક્લાઈમીંગ  – રેપલીંગ,  રોપ નોટ, કોઈલ  તથા રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતા, સફાઈ અભીયાનની વિવિધ તાલીમ માનદ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા આપવામાં આવી હતી.

parvtarohan-camp-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *