લોકેશન – પ્રાંતિજ
જીલ્લો – સાબરકાંઠા
પ્રાંતિજ ના ચાર ગામોમા ૨૪ કલાક થી પણ વધારે સમયથી વીજપુરવઠો ખોરવાયો
– ડમ્પર ચાલક ભુલથી હાઈડ્રોલિક નીચુ કરવાનુ ભુલી જતા વિજવાયરો સહિત છ વિજવાયરો ધરાશાય થયા
– લગ્ન સમારોહ તથા ભોજન સમારોહ અંધારામા થયા
– ઉનાળા ની ગરમી મા લોકો લાઇટ વગર શેકાઈ ગયા
– વિજપુરવઠો ખોરવાતા ચાર ગામોમા પાણી ની પણ સમસ્યા ઉભી થઈ
– ૨૪ કલાક ઉપર સમય વિત્યો છતાંય વિજકંપની દ્રારા વીજપુરવઠો ચાલુ ના થતા ગ્રામજનોમા રોષ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ચાર ગામોમા ૨૪ કલાક થી પણ વધારે સમય થી વીજપુરવઠો ખોરવાઈ જતા લગ્ન ની સીઝન અને ઉનાળાની ગરમી મા લોકો સેકાઇ ગયા હતા તો વિજ પ્રવાહ ના હોય પાણી માટે ગ્રામજનોને વલખા મારવાનો વારો આવ્યો હતો
પ્રાંતિજ ના રાસલોડ , મામરોલી , માતાની મહુડી , જુના બાકરપુર સહિત ના ગામોમા મંગળવાર ની રાત્રીના આઠ વાગ્યા થી બીજા દિવસે બુધવાર ના રાત્રીના ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક થી પણ વધારે સમય વિત્યો છતાંય વીજપ્રવાહ ચાલુ ના થતા ગામજનો ઉનાળાની ગરમી મા શેકાઈ ગયા હતા તો બીજી બાજુ વીજપ્રવાહ બંધ રહેતા ગામોમા પાણી ની સમસ્યા પણ ઉભી થઈ હતી તો બીજીતરફ લગ્ન ની સિઝન હોય લગ્ન પ્રસંગો મા જમણવાર રાત્રીના અંધારા મા થયા હતા
તો પ્રાંતિજ ના માતાની મહુડી પાસે મંગળવાર ની રાત્રી ના એક ડમ્પર ચાલક માટી ખાલી કરવા ગયો હતો અને માટી ખાલી કરી ને તેણે પાછળ નુ હાઈડ્રોલિક નીચુ કરવાનુ ભુલી જતા ઉપર આવેલ ૧૧કેજી વિજ લાઈન સાથે ધડાકાભેર ખેંચાતા આજુ બાજુમા વિજ વાયરો સાથે છ જેટલા વિજપોલ ધરાશાયી થયા હતા જેને લઈ ને તાત્કાલિક વિજ પુરવો ખોરવાઈ ગયો હતો તો ૨૪ કલાક વિત્યા છતાંય વિજકંપની દ્રારા ઝડપી કામ હાથ ના લેતા ચાર ગ્રામોમા લગ્ન પ્રસંગો સહિત પીવાના પાણી ની સમસ્યા સર્જાઈ હતી તો ગરમી મા ગામમા લગ્ન પ્રસંગે આવેલ મહેમાનો સહિત ગામજનો સેકાઇ ગયા હતા ત્યારે ૨૪ કલાક ઉપર સમય વિત્યો છતાંય વિજ કંપની દ્રારા વિજપોલ ઉભા ના કરતા ગ્રામજનો મા વિજ કંપની સામે રોષ જોવા મલ્યો હતો અને આખરે બીજા દિવસે બુધવાર ના ૧૧ વાગ્યા ની આસપાસ વીજપ્રવાહ ચાલુ થતા ગામજનો મા જીવમા જીવ આવ્યો હતો
ઉમંગરાવલ સાબરકાંઠા
