સુરત
સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ડીંડોલીના નવાગામ પાસે આવેલા સીએનજી પંપ નજીક એક ૩૫ વર્ષીય યુવકની તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના નવાગામ ડીંડોલી માંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. નવાગામ ડીંડોલી વૃંદાવન સોસાયટી પાસે સીએનજી પમ્પ નજીકના અવાવરું ઝાડી-ઝાંખરામાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવકની લાશને જાેતા લોક ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. લોકોએ બનાવની જાણ પોલીસને કરતા ડીંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવકનું નામ મહેન્દ્ર રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટના અંગે પોલીસે અજાણ્યા યુવકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. જેને આધારે ડીંડોલી પોલીસના પીઆઇ આર જે ચુડાસમાએ જણાવ્યું હતું કે ડીંડોલીમાં મહેન્દ્ર નામના યુવકની હત્યા થઈ છે. મરનાર યુવકની ઓળખ થઈ છે. તેની ઉંમર ૩૫થી ૩૭ વર્ષની છે. સુરતમાં તે છેલ્લા એક મહિનાથી બેકાર છે. તેના પિતા સાથે એકલો રહેતો હતો. પીઆઈ આર જે ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે યુવકની હત્યાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી તપાસ શરુ કરી છે. યુવકને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. યુવકની લાશને હાલ પીએમ અર્થે ખસેડવામાં આવી છે. આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેની હત્યા કોણે અને શા માટે કરી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ ક્યાંક અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ હત્યા કરનાર આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે. ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલાઈ તે માટેની કામગીરી કરાઈ રહી છે.


