Gujarat

ડીએલએડની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

જીલ્લા શિક્ષણાધિકારીની દરખાસ્તને આધારે ૨૪-એપ્રિલથી ૩-મેં સુધી સવારે ૧૦ થી ૫ કલાક દરમિયાન યોજાનારી ડી.એલ.એડની પરીક્ષા યોજાનાર હોય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજા તે માટે અધિક નિવાસી કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી ડી.એલ.એડની પરીક્ષા એસ.એફ હાઈસ્કુલ, છોટાઉદેપુર ઉદેપુર ખાતે યોજાનાર હોય કેટલાક પ્રતિબંધો માટે જાહેર હીતમાં પ્રતિબંધો ફરમાવવામાં આવે છે. જેના અનુસંધાને તા.૨૪-એપ્રિલથી ૩જી મે સુધી સવારે ૧૦ થી ૫ સુધી પરીક્ષા ખંડની અંદર અને ચારેબાજુ ૧૦૦ મીટરવિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઇલ ફોન વગેરે લઈ જવા પર તેમજ ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા તથા અનાધિકૃત વ્યક્તિઓ એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ, કેન્દ્રના સવાહકો, સંચાલકો, ખંડ નિરીક્ષકો વગેરે કર્મચારીઓ માટે આ પ્રતિબંધ પર મુક્તિ આપવામાં આવે છે.
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી અધિનિયમ -૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *