મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાનાં નડીઆદ તાલુકાના ચાંપાજીની ની મુવાડી ગામે ડી.કે સોઢા દ્વારા સંચાલિત ગુરુ સેકન્ડરી સ્કૂલનું માર્ચ 2023 માં લેવાયેલ ssc બોર્ડની પરીક્ષાનું પરિણામ 88.46 ટકા જાહેર થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.શાળામાં 99.42 પી.આર સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી પ્રથમ સ્થાને વનરાજસિંહ પરબતસિંહ સોઢા,98.09 પી.અર સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરી દ્વિતીય સ્થાને નિલમબેન અનિલકુમાર ભોજાણી,94.00 પી.આર સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરી તૃતીય સ્થાને જાનકીબેન દશરથસિંહ સોઢા,ચોથા સ્થાને સાગરકુમાર ચંપકસિંહ સોઢા અને પાંચમા સ્થાને ભાવેશકુમાર નરવતસિંહ સોઢા તેમજ રિયાબેન દશરથસિંહ પરમાર,જયરાજસિંહ અમરસિંહ સોઢાએ સારા ગુણ મેળવ્યા હતા.સતત બીજા વર્ષે શાળાનું પરિણામ 89 ટકા ઉપર આવતા શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ સોઢાએ તેમજ ટ્રસ્ટી ડી.કે સોઢા એ સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા.


