Gujarat

ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન પાઠવ્યા

ગાંધીનગર
બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટનગર ગાંધીનગરમાં ચ માર્ગ પર સેન્ટ્રલ વિસ્ટામાં સ્થાપિત ડો.આંબેડકર પ્રતિમાને ભાવ પુષ્પ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા, ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા, ધારાસભ્ય રમણલાલ વોરા, ગાંધીનગર મેયર હિતેષભાઈ મકવાણા તથા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલ તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી સહિતના અગ્રણીઓએ પણ ડો.આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને ચ માર્ગ પર સ્થિત ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.

Page-29-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *