શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ – જોષીપુરા, જુનાગઢ સંચાલિત શ્રી એચ. એમ. પટેલ મહિલા લૉ
કૉલેજ, સમગ્ર ગુજરાતમાં દીકરીઓ માટેની એકમાત્ર એવી લૉ કૉલેજની વિધ્યાર્થિની દીકરીઓએ ભક્ત કવિ નરસિંહ
મહેતા યુનિવર્સિટી સંલગ્ન કાયદાશાખાની તમામ કૉલેજો ક્ષેત્રે વર્ષ: 2018-19માં વાછાણી દિશા વિનોદભાઇ વર્ષ:
2019-20માં ખિચડિયા પાયલ રમેશભાઈ અને વર્ષ : : 2020-21માં ઠૂમ્મર શ્રદ્ધા દિલીપભાઈએ યુનિવર્સિટીમાં
પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કરી સંસ્થાના આધ્યસ્થાપક તેમજ ગ્લોરી ઑફ ગુજરાત એવાર્ડ વિભૂષિત
પ્રખર કેળવણીકાર અને સંનિષ્ઠ સમાજસેવક પરમ વંદનીયશ્રી ડૉ. હરિભાઇ ગોધાણી સાહેબનું સપનું સાકર કરી
પોતાના પરિવાર તેમજ સંસ્થાનું ગૌરવ વધારેલ છે. તેમની જવલંત સફળતા બદલ સંસ્થાના ચેરમેન મેનેજિંગ
ટ્રસ્ટીશ્રી ઠેસિયા સાહેબ, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મૃણાલિનીબેન ગોધાણી, સમગ્ર ટ્રસ્ટીગણ તથા શિક્ષણ
નિયામકશ્રી પોલરા સાહેબ, વોરા સાહેબ અને વહીવટી અધિકારીશ્રી ગજેરા સાહેબ અને રફાળિયા સાહેબ, લૉ
કૉલેજના ઈ.આચાર્યશ્રી હિરલબેન જોશી, માનદ સેવા આપતા વય નિવૃત સરકારી વકીલશ્રી મોહનભાઇ બાબરિયા
સાહેબ તેમજ લખમણભાઈ લાખાણી સાહેબ, પ્રાધ્યાપકશ્રી માધુરીબેન ઠૂમ્મર, નીતિકાબેન ડેડકીયા અને તમામ સ્ટાફ
ગણે ભવિષ્યમાં ઊતરોતર પ્રગતિ કરો તેવી શુભેછા પાઠવેલ હતી.


