Gujarat

ડો.બાબાસાહેબની જન્મ જયંતી નિમિત્તે વંથલીમાં નીકળી ભવ્ય શોભાયાત્રા 

મુસ્લિમ રોજેદાર બિરાદરોએ યાત્રિકોને પીવડાવ્યું શરબત

જય ભીમ જય ભીમ નાં જયઘોષ સાથે અનેરી એકતા જોવા મળી
આધુનિક ભારત ના સ્વપ્નદ્રષ્ટા મહાન સમાજસુધારક શ્રેષ્ઠ ભારત સવિંધાન ના ઘડવૈયા ડો .ભીમરાવ આંબેડકર સાહેબની 132મી જન્મજયંતિ નિમિતે વંથલી નાં રાજમાર્ગો પર વંથલી શહેર તાલુકા દલિત સમાજ દ્વારા આયજિત નીકળેલી વિશાળ અને ભવ્ય શોભાયાત્રા માં “જય ભીમ…જય ભીમ” નાં નારાઓ સાથે મુસ્લિમ બિરાદરોએ રોઝા રાખી યાત્રિકોને સરબત વિતરણ કરાયું હતું,સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત વંથલીનાં પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી, રહેમાનશાહ સર્વદી, અફઝલમિયા મટારી,રફીકશા સર્વદી, અશરફ ડામર, વસીમ હુસેની,અયુબ સર્વદી,અરબાઝ હુસેની સહિત નાં યુવાનો દ્વારા પરંપરાગત રીતે નીકળેલી શોભા યાત્રાના યાત્રિકોને બે પ્રકારની લચ્છી શરબત પીવડાવી કોમી એકતાની મિશાલ જવલંત રાખી હતી, આ તકે વંથલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230414-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *