26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે
અદ્ભૂત આયોજન અને ભવ્ય માહોલ અને હજારો વિદ્યાર્થીની ઉપસ્થિતમાં દબદબાભેર યોજાયેલા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિનર શિક્ષક અને ફૂંકાવવના પૂર્વ બીઆરસી શ્રી ઉદાયભાઈ દેસાઈના ના વરદ હસ્તે ધ્વજવંદન કારાવવામાં આવ્યું હતું.
આવી યાદગાર રોમાંચક ક્ષણો અને આ રાષ્ટ્રીય પર્વે આવો દિવ્ય આદર આપવા માટે ગુરુકુળના સંતો પૂ.કૃષ્ણપ્રિય સ્વામી,પૂ.રામસ્વરૂપ સ્વામી,ત્યાગવલ્લભ સ્વામી અને અન્ય સંતોના ચરણોમાં ભાવવંદના સાથે ઋણ સ્વીકાર ભાવે ઉદયભાઈએ હર્ષ સાથે અહોભાવ,અને આદર વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કે મારી 46 વર્ષની શિક્ષણયાત્રામાં અનેક સન્માન મળ્યા હશે પણ ગુરુકુલ દ્વારા અપાયેલ આ રાષ્ટ્રીય પર્વના લાગણીભીના સન્માનથી ખૂબ જ હર્ષ
અને ગૌરવની લાગણી અનુભવું છું.
ગુરુકુલના વિવિધ વિભાગો તરફથી સુંદર રંગારંગ કાર્યક્રમ વક્તવ્યો અને દેશભક્તિ ગીત અને પીરામીડો રજૂ થયા હતા.
સાથે સાથે વિવિધ સ્પર્ધામાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સ્મૃતિ ભેટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ વિદ્યાર્થીઓએ અને વસંતભાઈ કોરાટ વિગેરેએ સંતોના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.
પૂજ્ય રામ સ્વામીએ ગુરુકુલ પરંપરાની શિક્ષણ પ્રણાલીમાં રહેલા રાષ્ટ્રવાદ અને જીવનલક્ષી સંસ્કારલક્ષી કેળવણીની સરસ દ્રષ્ટાંતો સાથે વાત કરી આભારદર્શન કર્યું હતું.


