Gujarat

તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

જીલ્લા વિકાસ અધિકારી અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના છોટાઉદેપુર જીલ્લાના ચીફ કોઓર્ડીનેટર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટેરી (તલાટી કામ મંત્રી) વર્ગ-૩ સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્તના આધારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ પરીક્ષા માટે જીલ્લાના કૂલ ૨૫ પરીક્ષા કેન્દ્રો પર તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ  સવારે ૯ થી ૩ પરીક્ષા યોજાનાર છે ત્યારે આ તમામ કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તમામ પરીક્ષા કેન્દ્રો પર ખંડની અંદર અને બહાર પરીક્ષા દરમિયાન ૧૦૦ મીટરની ત્રિજ્યામાં જાહેર કે ખાનગી સ્થળો પર સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન વગેરે લઈ જવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર તેમજ પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે અનાધિકૃત વ્યક્તિઓ એકત્રિત થવા, કેન્દ્રની અંદર પ્રવેશ કરવા કે વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પરીક્ષાના સમય દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ નહિ તે માટે પરીક્ષાના આગળના દિવસે તા.૦૬/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૦ થી ૪ સુધી અને પરીક્ષાના દિવસે તા.૦૭/૦૫/૨૦૨૩નારોજ સવારે ૯ થી  ૩ સુધી ખોદકામ કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવે છે.  પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, સંચાલકો, સુરક્ષા કર્મચારીઓ વગેરેને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરવા બદલ જે-તે અનાધિકૃત વ્યક્તિ પર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *