Gujarat

તલાવફળિયા  પ્રાથમિક શાળામાં 45 વર્ષ પૂર્ણ થતા શાળામાં સ્થાપના દિન ઉજવાયો

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત તલાવ ફળિયા પ્રાથમિક શાળામાં શાળાના સ્થાપના ના 45 વર્ષ પૂર્ણ થતા આજ રોજ શાળા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. સાથે ધોરણ એક થી પાંચ ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરીને પોતાની કલા પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. શાળાના આચાર્ય પટેલ વીણાબેન  દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું.  શાળાના શિક્ષક રાઠવા સતિષભાઈ તરફથી તેમના કાર્યકાળ દરમિયાન શાળાએ મેળવેલ સિદ્ધિઓ અંગે ચર્ચા કરી હતી. ગામના વડીલ એવા રાઠવા દિલીપભાઈ તરફથી શાળા વિકાસની ચર્ચા કરી હતી. રાયસીંગપુરા જુથ ગ્રામ પંચાયતના માજી સરપંચ રાઠવા વિક્રમભાઈ તરફથી બાળકોને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ખૂબ આગળ વધે શાળાનું,ગામનું નામ રોશન કરે તેવી સ્થાપના દિનના દિવસે આશીર્વાદ આપ્યા હતા. રાયસીંગપુરા ગ્રુપના સી.આર.સી કોઓર્ડીનેટર ચાવડા પિયુષકુમાર તરફથી શાળાએ કરેલી પ્રગતિની ચર્ચા સાથે બાળકોના વાલીઓને બાળકો નિયમિત આવે શાળાકીય પ્રવૃત્તિઓમાં આગળ વધે તે અંગે માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગને શોભાયમાન બનાવવા રાયસીંગપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા મંજુલાબેન એસએમસી  અધ્યક્ષ અને સભ્યશ્રીઓ ,ગ્રામજનો તાંબાની શાળાઓના મુખ્ય શિક્ષક અને શિક્ષક ભાઈઓ બહેનો ગામના વડીલો ઉપસ્થિત રહી શાળા કક્ષાએ કેક કટીંગ કરી પ્રીતિ ભોજન પણ લીધું હતું. ગામના શિક્ષિત યુવાન કિરણભાઈ તરફથી શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા. શાળાના શિક્ષક પટેલ નટવરસિંહ તરફથી ઉપસ્થિત તમામ મહાનુભવોનો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230201-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *