*આધ્યાત્મ થી શક્તી* પાંચ દિવસની આ શિબિર મા ગામની 300 દિકરીઓને સેલ્ફ ડિફેન્સ અને મેન્સ્ટ્રુઅલ કપની તાલીમ આપી મેન્સ્ટ્રુઅલ કપ ભેટ આપવા મા આવી રહ્યા છે. આ ઉપરાંત બોરખલા મહાદેવ મંદિર મા અમદાવાદ થી શીબીર મા આવેલ ૧૨ થી ૧૫ વર્ષની ૯ દિકરીઓ ગૌસેવા,આધ્યાત્મ,ભરતનાટ્યમ નૃત્ય અને રસોઈ ની તાલીમ પણ લઈ રહી છે. આવી તાલીમ દિકરીઓમા આત્મ વિશ્વાસ વધારવા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવામા મદદરૂપ થાય છે. ધર્મ ની જ્યોત દિલમા હોય તો માનવીને માનવ બની રહેવામા સહાયક બને છે.
*આધ્યાત્મ થી શક્તી* આ શિબિરના સહયોગી સમર્થ ડાયમંડ ગૃપ,વિસનગર ના શ્રી ગોવિંદભાઈ પટેલ, સીનીયર સિટીઝન કાઉન્સિલ વિસનગર ના ડૉ જે.એન.ઝવેરી અને બોરખડા મહાદેવ મંદિર ના દાસ રાકેશબાપુ છે.
આ શિબિર ના આયોજક કલાસૂર્ય ફાઉન્ડેશન ના સંગીતા પટેલ છે.
આવી શિબિરો સનાતન ધર્મ, સંસ્કાર અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી રહી છે તથા બાળાઓને વિરાંગના બનાવી રહી છે, ધન્ય છે આવા આયોજક અને સહયોગીઓને.
ખૂબ ખૂબ અંભિનંદન