ગીરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથના કેસર કેરીના એવા મધ મીઠા તાલાલા તાલુકા ના તમામ પ્રાથમિક શિક્ષક પરિવાર વતી અને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સન્માન કાર્યક્રમ તાલાલા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી ના હોલમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, તા.પંચાયત પ્રમુખ છગનભાઈ કણસાગરા, ગીર સોમનાથ જી . પ્રા . શિ.સંઘ પૂર્વ પ્રમુખ રામશીભાઈ પંપાણિયા , ગીર સોમનાથ જિ.પ્રા. શિક્ષક સંઘ ના કાર્યઅધ્યક્ષ દીપકભાઈ નિમાવત તેમજ પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરબાઈબેન લોબી, પૂર્વ કાર્યઅધ્યક્ષ દેવાભાઈ વિરડા. તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંઘ પ્રમુખ પરબતભાઈ ચાંડેરા તથા મહામંત્રી મયુરભાઈ વસોયા, તાલાલા તાલુકાના ટી.પી .ઈ.ઓ ભારતીબેન છાત્રોડિયા, બી.આર.સી કોઓર્ડીનેટર રમેશભાઈ રામ, કેળવણી નિરીક્ષક શ્રી પરબતભાઈ રામ, તમામ કારોબારી સભ્યો, શરાફી મંડળીના પ્રમુખ રાજેશભાઈ રામાણી, મંત્રી લલિત ભાઈ ચાંડેરા બહોડી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક પરિવાર ની હાજરી વચ્ચે દેવજીભાઈ રાઠોડ દ્વારા નિર્મિત “મધમીઠી બાળવાર્તા” પુસ્તક નું મચસ્થ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું, તાલુકાના કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકિત બે વિદ્યાર્થીનીઓ ચિ.આરતીબેન તથા દ્રષ્ટિ બેન ને શીલ્ડ અને મેડલ દ્વારા તથા રાજ્યકક્ષાએ ચેસ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભાવેશભાઈ સોલંકી ને સન્માન પત્રથી સન્માનિત કર્યા. આ તાલુકાના ત્રણ શિક્ષકો કે જે ક્લાસ ટુ માં ઉત્તીર્ણ થઇ પ્રગતિ કરેલા કરસનભાઈ રામ, મારખી ભાઈ છાત્રોડીયા અને ભરતભાઈ સોલંકી નું સન્માન કરવામાં આવ્યું. શિક્ષક વિમલભાઈ વાઘેલા ની સુપુત્રી ડો.નૂતન દ્વારા હોમિયોપેથી ના ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન માટે ઉપરાષ્ટ્રપતિ ના વરદ હસ્તે સન્માનિત થયેલ તેમનું પણ સંઘ દ્વારા સન્માન કરવામાં આવેલ. જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક દીપકભાઈ નિમાવત અને પદ્મશ્રી હીરબાઈબેન લોબી નું પણ સન્માન કરવામાં આવેલ. આ તકે શિક્ષક સંઘ દ્વારા માનનીય ધારાસભ્ય ભગવાનભાઈ બારડ , માનનીય ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ભાઈ પીઠીયા, તાલાલા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી છગન ભાઈ કણસાગરા તેમજ રામસીભાઈ પપાણીયા ને મોમેન્ટો અને સાલ દ્વારા સન્માનિત કરવામાં આવતા તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સચાલન દિપકભાઈ નિમાવત એ કર્યુ. આભારવિધિ મંડળી ના ચેરમેન રાજેશભાઈ રામાણી એ કરેલ, સન્માન કાર્યક્રમ બાદ અલ્પાહાર સાથે સૌ વિદાયમાન થયા.


