Gujarat

તાલુકા દીઠ એક ગામમાં સારવાર કેમ્પની સાથે સ્થાનિક બેન્કોના સહયોગથી KCC- પશુપાલનની કામગીરી પણ હાથ ધરાશે

આગામી તા.1લી મે ના રોજ જામનગર જિલ્લામાં ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર
છે.જે નિમિતે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં
આવનાર છે.જે અંતર્ગત જિલ્લા પંચાયતની પશુ પાલન શાખા દ્વારા આગામી તા.૨૪/૦૪/૨૩ ના રોજ પંચાયતી રાજની
ઉજવણી કરવામાં આવનાર છે. જે નિમિતે તાલુકા દીઠ એક ગામમાં નિઃશુલ્ક પશુરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન
કરવામાં આવનાર છે.જેમાં જામનગર તાલુકાના ફલ્લા, ધ્રોલ તાલુકાના વાંકિયા, જોડિયા તાલુકાના કુનડ, કાલાવડ તાલુકાના
જીવાપર, લાલપુર તાલુકાના નાંદુરી, જામજોધપુર તાલુકાના તરસાઈ ખાતે સવારે 9 થી 12 કલાક દરમિયાન કેમ્પના માધ્યમથી
ઉપરોક્ત સુવિધાઓ ઉપલબ્ધ થશે.વધુમાં સ્થાનિક બેન્કોના સહયોગથી KCC- પશુપાલનની કામગીરી પણ કેમ્પમાં આવરી
લેવામાં આવી છે. જેનો વધુમાં વધુ પશુપાલકોને લાભ લેવા જિલ્લા પશુપાલન અધિકારીશ્રી જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *