આગામી તા.૧૭ મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત મહેમાનોની પ્રથમ બેચનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાશે. બાદમાં સોમનાથ મંદિર પરિસરમાં મુલાકાત તેમજ દર્શન અને મ્યુઝિયમ મુલાકાત તેમજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે.ઉપરાંત સાસણ ગીરની મુલાકાત તેમજ દ્વારકા નાગેશ્વર શિવરાજપુર બીચ સહિતના સ્થળોએ મુલાકાત લેશે એક ટીમ સોમનાથમાં બે દિવસ અને પછીના દિવસે દ્વારકા જશે.
