Gujarat

તા. ૨૫મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર  ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે 

આગામી તા. ૨૫મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતાદિવસની ઉજવણી કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે ૨૫મી, જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તા. ૨૫મી, જાન્યુઆરીના રોજ ભારતના ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી. જેના ઉપલક્ષમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તા. ૨૫મી, જાન્યુઆરીના આ તેરમા રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. દેશના મતદારોમાં જાગૃતિ આવે તથા યુવા મતદારો ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય એ આશયથી દર વર્ષે અલગ અલગ થીમ સાથે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસનું આ વર્ષનું થીમ મતદાનથી વિશેષ કશું નથી, હું અવશ્ય મતદાન કરીશ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મૈં હું ભારત ગીત બપોરે ૦૧:૦૦ વાગે લોંચ કરવામાં આવશે. આ ઉપરાંત નવા નોંધાયેલા મતદાતાઓને મતદાર ઓળખકાર્ડ આપીને સન્માનવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર  સ્તુતિ ચારણ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *