Gujarat

તા.૨૯  મે થી ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે

જૂનાગઢ જિલ્લામાં  તા. ૧ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદીનો આરંભ થશે. સરકારશ્રી દ્વારા ઉનાળુ  ૨૦૨૨૨૩ માટે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદીનો નિર્ણય લેવામાં આવેલ છે.

જેમાં ઉનાળુ મગ માટે રૂપિયા ૭,૭૫૫   પ્રતિ ક્વિન્ટલ ટેકા નો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આ પાકની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ  હેઠળ ટેકાના ભાવે ખરીદી તા. ૧/૬/૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.૨૯/૫/૨૦૨૩ થી ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્ર ખાતે થી વીસીઈ મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના  ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે એમ જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *