Gujarat

તા. 03 ફેબ્રુઆરી સુધી આ શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગો રજીસ્ટ્રેશન કરાવી શકશે

અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય
ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક અધિકારો વિષે માહિતગાર કરવા માટે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર
દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર' યોજાશે. આ નિઃશુલ્ક શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગ અથવા તેમના
વાલીએ પોતાનું નામ અને વિકલાંગતાની વિગત સાથે આગામી તા. 03 ફેબ્રુઆરી સુધીમાં દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ,
જામનગરના સેક્રેટરી શ્રી રિયાબેન ચિતારા (મો. નંબર 9484772277) પાસે નોંધણી કરાવવાની રહેશે.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email- informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭

www.gujaratinformation.net

તા.૦૧/૦૨/૨૦૨૩ સમાચાર યાદી: ૯૮

આ શિબિર આગામી તા. 05 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 થી 12:00 કલાક દરમિયાન આશાદીપ વિકલાંગ કલ્યાણકારી
ટ્રસ્ટ, રણજીત સાગર રોડ, ગ્રીન સીટી રોડ નં. 1, નવાનગર બેન્ક પાછળ, જામનગર ખાતે યોજાશે. શિબિરમાં વહેલા તે પહેલાના
ધોરણે માત્ર 30 વ્યક્તિઓ પૂરતું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. મનોદિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં તેમના વાલીએ જ આ
શિબિરમાં ઉપસ્થિત રહેવું.

કાર્યક્રમમાં નામાંકિત વકીલો દ્વારા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો માટેના આધિનિયમ-2016/2017, ઘી નેશનલ
ટ્રસ્ટ એક્ટ-1999, ઘી નેશનલ ટ્રસ્ટ રુલ-2000 અને માહિતી અધિકાર અધિનિયમ-2005 વિષે જાણકારી આપવામાં આવશે.
તેમ દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *