Gujarat

તોડ કાંડમાં મોટો ખુલાસો ઃ યુવરાજસિંહના સાળા કાનભાના મિત્ર પાસેથી મળ્યા ૩૮ લાખ રૂપિયા

ભાવનગર
યુવરાજસિંહ વાઘેલા અને તે પછી કાનભા ગોહિલની ધરપકડ બાદ ડમી કાંડમાં તોડ કાંડ અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે કાનભાના મિત્ર પાસેથી ૩૮ લાખ રૂપિયા મળી આવ્યા છે. સુરતથી ભાગતા પહેલા મિત્રને ૩૮ લાખ રૂપિયા આપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે. શનિવારે સવારે કાનભાની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ હવે તપાસમાં કેટલાક ખુલાસા થઈ રહ્યા છે. ડમી કાંડમાં ધરપકડ કરાયેલા યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલના મિત્ર પાસેથી ૩૮ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. હવે આ રૂપિયા ક્યાંથી આવ્યા અને તેને સુરત ભાગતા પહેલા કાનભાએ કઈ રીતે સગેવગે કર્યા તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડમી કાંડના ખુલાસા અંગે ભાવનગરના શિક્ષક બિપીન ત્રિવેદીએ કરેલા ખુલાસા બાદ ધરપકડનો દોર તેજ થઈ ગયો છે. ડમી કાંડમાં નામ ખુલ્યું છે તે આરોપી અને યુવરાજસિંહનો સાળા સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરાના પાલ વિહાર એપાર્ટમેન્ટમાં હોવાની વિગતો મળ્યા બાદ જીૈં્‌ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કાનભા મિત્ર વિક્રમ પાલના ફ્લેટમાં રોકાયા હતા. જ્યાંથી પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી લીધી છે. પોલીસે દરવાજાે ખખડાવતા કાનભાએ ખોલ્યો નહોતો આ પછી પાડોશીની મદદથી પોલીસે દરવાજાે ખોલાવીને કાનભાને ઝડપી લીધા છે. કાનભાની સુરતથી ધરપકડ કરવામાં આવી અને તેમણે અહીં પહોંચતા પહેલા રૂપિયા પોતાના મિત્રને સોંપી દીધા હતા. આટલી મોટી રકમ કબજે કરીને પોલીસે વધુ તપાસ શરુ કરી છે. જેમાં આ રૂપિયા ક્યારે કાનભાએ મિત્રને આપ્યા અને આ રીતે મિત્ર સાથે કોઈ અન્ય બાબતે રૂપિયાની લેવડદેવડ થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *