ટાંકી ફળિયામાં 3 વર્ષની વાછરડીનું કર્યું મારણ વનવિભાગની ટીમે દીપડાના લેગમાર્ક મેળવ્યા
માનવ વસ્તી વચ્ચે કેમ આવી પહોંચે છે દીપડો?
બોક્સ
દીપડો વન્ય પ્રાણી છે.તેના જતન અને સંવર્ધન પાછળ રાજ્યનો વન વિભાગ ખૂબ મહેનત કરે છે. બોડેલી વિસ્તારમાં દીપડાની રંજાડ અટકાવવા ભૂતકાળમાં પ્રયાસો પણ થયા જ છે.તેમ છતાં તાડકાછલાં ગામે દીપડો માનવ વસ્તીમાં ગામ મધ્યે ઘુસી જતા દીપડા કેમ આ રીતે વન્ય રેન્જ છોડી માનવ વસ્તીમાં ઘુસી જાય છે તેનો આભ્યાસ ઘટતી કાર્યવાહીની લોકમાંગ છે.
બોડેલી તાલુકાના તાડકાછલા ગામે રાત્રે 12 વાગ્યે દીપડો આવી પહોંચ્યો હતો.ટાંકી ફળિયામાં પ્રવિણભાઇ રાઠવાનું ત્રણ વર્ષના વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.દીપડો કેળાના ખેતરમાં થઇ પરત જતો રહ્યો હોવાનું ગ્રામજનો અને વનવિભાગે લેગમાર્કને આધારે નોંધ્યું હતું.ત્રણ મહિના પહેલાં દીપડાના ઉપદ્રવે બોડેલી વિસ્તારમાં હાહાકાર મચ્યો હતો.ત્રણ મહિના પછી ફરી એક વખત માનવ વસ્તીમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
તાડકાછલામાં દીપડો આવ્યો હોવાની વાતને દીપડાના લેગમાર્ક મળી આવતા પુષ્ટિ થઇ હતી.આવા જ લેગમાર્ક કેળાના એક ખેતર પાસે જોવા મળ્યા હતા.દીપડો પરત જતો હોય તેવા પગલાં ના નિશાન મળી આવ્યા હતા. વનવિભાગની એક ટીમે અહીં રૂબરૂ મુલાકાત કરી હતી.વન્ય પ્રાણીના પશુપાલકના ઢોર પર હુમલાની નોંધ લઇ ઘટતી કાર્યવાહી કરી હતી. બીટગાર્ડ સ્થળ પર પહોંચી લેગમાર્ક ના ફોટોગ્રાફ્સ લઇ દીપડાની હિલચાલ હોવાની નોંધ લીધી હતી.ફોરેસ્ટર એ જણાવ્યુ હતું કે, વન વિભાગ હાલ દીપડાઓની ગણત્રીઓ માટે જંગલોમાં ટિમ બનાવી કામ કરી રહી છે.અમે બીટગાર્ડને મોકલી મરણ જનાર પશુનું પંચનામું, કાગળો કરી તેનું પોસ્ટમોર્ટમ કરાવી પશુમાલિકને વળતર મળવા અંગેની કાર્યવાહી કરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


