(દત્તક લીધેલ વિસ્તારમાં પ્રથમ મિટિંગમાં પાલિકા સહીત પ્રશાસનની હાજરીમાં વિસ્તારની સમસ્યા ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી)
ધ્રાંગધ્રા : (સિંધુ દિલસે)
ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત દ્વારા ધ્રાંગધ્રાનાં મોચીવાડ વિસ્તારને દત્તક લેવામાં આવ્યો છે. તયારે સમયે સમયે આ વિસ્તારમાં મિટિંગ ગોઠવવામાં આવે છે જેના ભાગરૂપે વિસ્તારના મચ્છી બજારમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુથી 60 જેટલાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ pi સહીત પોલીસ જવાનોની ટિમ દ્વારા લોકોની ઘરે ઘરે મુલાકાત કરીને લોકોની સમસ્યાઓ જાણવામાં હતી જેમાં ઉભરાતી ગટરો, નવા શૌચાલય બનાવવા, રમઝાન માં પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે અને વિસ્તારમાં સાફ સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે જેવી બાબતો સામે તેના તત્કાલ નિવારણની ખાત્રી આપવામાં આવી હતી આ તકે પીઆઇ જે એસ ઝાંબરે સહીત સીટી પોલીસ નાં કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
