ભરૂચ
દહેજના લખીગામ સ્થિત રાલીસ ઇન્ડિયા લીમીટેડ કંપનીના નિર્માણધીન પ્લાન્ટમાં મુકેલ કોપર કેબલોના ૭ ડ્રમ સહીત વિવિધ કેબલો મળી કુલ ૨૩.૩૮ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. દહેજના લખીગામની સીમમાં રાલીસ ઇન્ડિયા લીમીટેડ કંપની આવેલ છે. જે કંપની દ્વારા તેની બાજુમાં નવો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જે માટે અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. નવા બનતા પ્લાન્ટનું હાલ સિવિલ વર્ક પ્રોજેક્ટનું કામ ચાલુ કરેલ છે જે માટે ઇલેક્ટ્રિક કેબલો,એસ.એસ. પાઈપ સહિત અન્ય મશીનરી લગાવવાનું કામ ચાલુ છે. આ કામગીરી દરમિયાન તારીખ-૧૧-૭-૨૨થી ૨૩-૧૨-૨૨ સુધીમાં અજાણ્યા ઈસમો કંપનીના ખુલ્લા પ્લાન્ટમાં પ્રવેશ કરી તેમાં રહેલ ઇલેક્ટ્રિક કેબલો,એસ.એસ. પાઈપ અને કોપર કેબલોના ૭ ડ્રમમાંથી ૫૮૧૫ મીટર કેબલો સહિતના સાધનો મળી કુલ ૨૩.૩૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે કંપનીના પ્રોજેક્ટ મેનેજર સુહાસ દાદાસો સાલુખેએ દહેજ મરીન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
