*એપ્લિકેશન અડવેરટાઇઝમેન્ટ ફ્રી છે જેથી વિદ્યાર્થી ઓ ને ભણવા માં કોઈ પણ રીતે ધ્યાન ભંગ ન થાય*
બનાસકાંઠા જિલ્લા નું આંતરિયલ એવુ દાંતા ગામ કે જ્યાં એક 14 વર્ષ ના બાળકે નાની ઉંમર માં જ મોટા ન કરી શકે તેવું કામ કર્યું છે આટલી નાની ઉંમર માં આ બાળકે એક એવી એપ્લિકેશન બનાવી છે કે જેમાં 6 થી 10 વર્ષ ના બાળકો શકે છે અને આ એપ્લિકેશન અડવેરટાઇઝમેન્ટ ફ્રી છે જેથી વિદ્યાર્થી ઓ ને ભણવા માં કોઈ પણ જાત ધ્યાન ભંગ ના થાય આ એપ્લિકેશન આ બાળકે પોતાની 4 વર્ષ મેહનત બાદ બનાવી ને લોન્ચ કરી છે. આજ ના જમાના માં છોકરાઓ ફોન માં માત્ર ગેમ રમતા હોય છે અથવા રીલ્સ ના રવાડે ચડતા હોય છે જેને લઇ ને કેટલાય એવા વાલી છે જેઓ પોતના બાળકો ને ફોન થી દૂર રાખતા હોય છે ત્યારે રિષિરાજ ના પિતા પણ સંવેદનસીલ વાલી ની જેમ પોતાના પુત્ર ને ફોન વધુ વાપરવા આપતાં ન હતા પરંતુ જ્યારે પિતા સુઈ જાય ત્યાર બાદ છાને થી મોબાઈલ લઇ ને રિષિરાજ આ એપ્લિકેશન પર કામ કરતો હતો. રિષિરાજ ની મેહનત અને લગન ની જયારે શાળા ને ખબર પડી તો શિક્ષકો દ્વારા પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને આ એપ્લિકેશન પર કામ કરવા માટે શિક્ષકો એ પણ રિષિરાજ ને પ્રેરણા આપી જેને લઇ જયારે આજે આ એપ્લિકેશન બની નર તૈયાર થઇ છે ત્યારે શાળા ના શિક્ષકો માં પણ આંખમાં ખુશી અને ચેહરા ગર્વ સ્પષ્ટ દેખાઈ આવે છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


