*બાળકલાકારો સંસ્કૃતિ સભ્યતા અને સોર્ય ના સમનવય સાથે કાર્યક્રમ માં ઉપસ્થિત જનમેદની ને મંત્ર મુગ્ધ કર્યા*
દાંતા ખાતેજશવંત વિદ્યાલય અદ્ભુત,અકલ્પનીય અને અવિસ્મરણીય એવો શતાબ્દી મહોત્સવ રવિવારે દાંતા ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર નગરજનો સહિત દેશ અને વિદેશમાં રહેતા જશવંત વિદ્યાલય ના ભુતપૂર્વ વિદ્યાર્થી ઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયા હતા. દાંતા ની જશવંત વિદ્યાલય પ્રાથમિક શાળા ના સ્થાપના ના એક સો વર્ષ પૂરા થતા રવિવારે શાળા શતાબ્દી મહોત્સવ ની ખુબજ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે શાળા ના બાળકો દ્વારા ભવ્ય શોભાયાત્રા નગર પરિભ્રમણ ભારે આકર્ષણ નું કેન્દ્ર બની હતી. ત્યાર બાદ શાળા સંકુલ ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થી ઓ અને શિક્ષકો, સહિત આચાર્યો નો સ્નેહમિલન અને સનમાન સમારોહ યોજાયો હતો. જ્યા ભુતપૂર્વ વિદ્યાર્થી એવા નાયબ કલેકટર હર્ષવર્ધન સિહ સોલંકી, ડી. વાય. એસ. પી. દીપક ભાટીયા, ખ્યાતિ પ્રાપ્ત ડૉ. ગુરુપ્રસાદ સિહ વાઘેલા, પૂર્વ હેલ્થ ડિરેક્ટર ડૉ. બી. બી. પઠાણ , આર. એફ. ઓ. મુકેશ માળી સહિત પૂર્વ આચાર્ય મોહનભાઈ ગાંધી, મગનભાઈ પ્રજાપતિ, વાસુદેવભાઇ દવે સહિત મોટી સંખ્યા માં ભૂત પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જયારે રાત્રી ના સમયે રંગોત્સવ કાર્યક્ર્મ દાંતા રાજવી મહારાણા મેહિપેન્દ્ર સિંહજી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દાંતા તાલુકા માં સૌ પ્રથમ વાર કહી શકાય એવા સાંસ્કૃતિક કાર્યક્રમ માં મહારાજ અજય રાજસિંહજી, હર્ષવર્ધન સિહ જી, કાર્યક્ર્મ ના મુખ્ય પ્રણેતા એવા મહારાજ પરમવીર સિંહજી, ડૉ. મયંક શાહ સહિત જીલ્લા શિક્ષણાધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામ અગ્રણીઓ શાળા કોર કમિટી ના સદસ્યો સહિત હકડેઠઠ જનમેદની ઉપસ્થીત રહી હતી. જ્યા નોંધ પાત્ર એવા શાળા ના ધો એક થી આઠ ના સો ટકા બાળકો એ વિવિઘ અઢાર કૃતિઓ અને તે પણ સંસ્કૃતિ, શોર્ય અને સભ્યતા થી ગૂંથેલી કૃતિઓ રજુ કરી ઉપસ્થીત દર્શકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. જેને લઈને અઢળક દાન ની સરવાણી થકી બાળ કલાકારો ને પ્રોત્સાહિત કરવા સાથે દાંતા નગર માં ઐતિહાસિક બનેલા કાર્યક્ર્મ અંગે શાળા આચાર્ય દિનેશભાઈ પટેલ સહિત શાળા પરિવાર નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

