Gujarat

દાંતા ખાતે બજારો સજ્જડ બંધ રાખીને લવજેહાદ અને હત્યા જેવી ઘટનાઓને લઈ ગામજનોમાં આકોશિત

*ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને જલ્દીથી પરિવારને ન્યાય મળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું*
બનાસકાંઠાના દાંતા ખાતે આજે વહેલી સવારથી દાતા ના બજારો સજડ બંધ જોવા મળ્યા હતા. હિન્દુ સમાજના આહવાન પર મોટી સંખ્યામા હિન્દુ સમાજના લોકો ભેગા થઈ વિશાલ રેલી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. દાંતામા સાત દિવસ અગાઉ બનેલી લવજેહાદ અને હત્યા જેવી ઘટનાને લઇ પ્રેમી અને પત્નીએ મળી પોતાના પતિની હત્યા કરી હતી. સ્વ જયંતીભાઈ અત્યારના ગુનેગારોને દાંતામાં આજે હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢી ફાંસીની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. જે મામલે આજે દરેક હિન્દુ સમાજના લોકો ભેગા થઈ દાંતા ખાતે વિશાલ રેલી કાઢવામાં આવી હતી. લવજેહાદ અને હત્યા જેવી ઘટનાઓને લઈ આકોશિત લોકોએ હત્યા અને લવજેહાદના ખિલાફ નારેબાજી કરી હત્યારોને ફાંસીની સજા મળે તેવી ઉગ્ર માંગ હિન્દુ સમાજ દ્વારા કરી હતી. દાંતા ખાતે મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ જવાનોનો કાફલો પણ તૈનાત જોવા મળ્યો હતો. દાંતાના હરિવાવ પાસે ખેતરમાં ઠાકોર જયંતીભાઈની હત્યા કરવાના મામલે સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. વિધર્મીઓ દ્વારા લવજેહાદ જેવી ઘટનાઓને લઈ પ્રેમી અને પત્ની દ્વારા મળીને પોતાના પતિની હત્યા કરી હરિવાવના માર્ગ પર ફેંકી દેવાયો હતો. ત્યારે સમગ્ર ઘટના બહાર આવતા એલસીબી પાલનપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આજે મૃતક જયંતીભાઈ ઠાકોરના ન્યાય માટે તેમના પરિવારજનો સાથે સાથે હિન્દુ સંગઠનો અને દાંતા તાલુકાના મોટા પ્રમાણમાં લોકો ન્યાય માટેની રેલીમાં જોડાયા હતા. તમામ લોકોમાં આક્રોશ હતો કે, આવા હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ અને પ્રાંત અધિકારીને આવીદન પત્ર અપાયું હતું. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને જલ્દીથી પરિવારને ન્યાય મળે અને આવા ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિંદુ સંગઠનોના આહવાન થી સમગ્ર હિંદુ સમાજ મોટી સંખ્યામાં પોતાનો કામ ધંધો બંધ રાખીને રેલીમાં જોડાયો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230221_205728.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *