Gujarat

દાંતા તાલુકામાં વનવાસી ક્ષેત્રમાં રહેતા વન બંધુઓ તેમના સાંસ્કૃતિ વારસા પ્રમાણે વાજિંત્રો લઈ દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે માઁ અંબાને દર્શને આવે છે

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે હાલના સમયમાં જોઈએ તો અંબાજી દર્શને આવતા યાત્રિકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે અને ઢોલ નગારા ડીજે સાથે માઁ અંબાને દર્શને યાત્રિકો આવતા હોય છે ત્યારે વનવાસી ક્ષેત્રમાં રહેતા વન બંધુઓ દ્વારા તેમની સંસ્કૃતિ હાલ સુધી જાળવી રાખી છે
મે મહિનાની વૈશાખી પૂનમ થી મોટી સંખ્યામાં વનવાસી ક્ષેત્રમાં રહેતા વનવાસી બંધુઓ મોટા પ્રમાણમાં યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન આવતા હોય છે અને તેમની સંસ્કૃતિ પ્રમાણે તેમના રીતી રિવાજ પ્રમાણે તેમના વાજિંત્રો સાથે માઁ અંબા ની પ્રસાદી ઘરેથી બનાવી સાથે લઈ યાત્રાધામ અંબાજી માં અંબા ના શરણે આવતા હોય છે આ પરંપરા વર્ષોથી રજવાડા સમયથી ચાલતી આવી રહી છે સમય જતા પ્રથામાં થોડો ફેરફાર પણ કરવામાં આવ્યો છે પણ વનબંધુઓ દ્વારા તેમની સંસ્કૃતિ હાલ પણ જાળવી રાખી છે
મે મહિનાની વૈશાખી પૂનમ યાત્રાધામ અંબાજી ખાતે વનવાસી ક્ષેત્રમાં રહેતા વનબંધુઓનો મેળો અંબાજી ખાતે ભરાય છે યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા સરકારી તંત્ર દ્વારા મેળામાં અમુક ફેરફારો પણ કરવામાં આવ્યા છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230512_175459.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *