Gujarat

દાન કોને કહેવાય? ભાઈ એ શરીરનું એક અંગ દાન કરીને બીજા ભાઈનો જીવ બચાવીયો

દાન કોને કહેવાય? તમે હજારો રૂપિયા કોઈ ને આપો એને? હા કદાચ આ સમયમા રૂપિયા આપો એને દાન કહેવાતું હશે.પણ અસલ દાન તો તમારા શરીરનું એક અંગ કોઈ ને આપી દો એને સાચો દાનવીર કહેવાય. કર્ણ એ તો કવચ ને કુંડળ આપ્યાતા સાહેબ પણ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે આજે મને મારા મિત્ર નારણભાઈ ચાવડા પર ગર્વ છે. કે પોતે પોતાના કુટુંબના ભાઈ માટે વિના સંકોચે કિડ્ની આપી દીધી. બૌવ અઘરું છે સાહેબ આવું દાન આપવું અને એથી વિશેષ ભાઈ નારણભાઈ ના એ શબ્દો છે જ્યારે એને કીધું કે મારી ફરજ છે ભાઈ આ હું ના આપું તો કોન આપે. કાલે સાંજે સર્જરી સફળ રીતે પુરી થઈ. ભાઈ તારા માટે કોઈ શબ્દો નથી મારી પાસે ભગવાન તને બૌવ બધું આપે અને તારું આ દાન તારી સાત પેઢીને પડછાયો બનીને મદદ કરશે. ઈશ્વરીય વિચાર થકી તમે જે આ કાર્ય કર્યું છે એને લાખો વંદન.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડત્રા ગામના યુવાન રામભાઈ ચાવડાની બંને કિડની ડેમેજ થઈ ગઈ, તબીબી અભિપ્રાય બાદ તુરંત તેઓના કુટુંબના કાકા સહિતના આઠ ભાઈઓએ કિડની આપવાની તૈયારી બતાવી, તમામના ચેકઅપ બાદ રામભાઈના પિતરાઈ ભાઈ નારણભાઇની કિડની મેચ થઈ, આજે બંને ભાઈની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું, એક ભાઈએ બીજા ભાઈનો જીવ બચાવી લીધો, કુટુંબ પરિવાર, પ્રેમ, આદર, સન્માન અને બલિદાન કોઈ ચાવડા બંધુઓ પાસેથી શીખે, નારણભાઈએ સમાજને નવો રાહ ચીંધ્યો છે. ધન્ય છે એ ભાઈને…

જય દ્વારકાધીશ

IMG-20230327-WA0012-0.jpg IMG-20230327-WA0010-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *