દામનગરમાં વધારવામાં આવેલ વ્યવસાય વેરો ઘટાડવા નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને લાઠીના ધારાસભ્ય ને રજુઆત કરાઈ. સૌનો સાથ સૌનો વિકાસમાં લોકોની આવક સામે જાવક વધી રહી છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં ભા. જ.પે.૧૮૨ માંથી ૧૫૬ સીટ મેળવી અગાઉના વિક્રમ તોડી નાખ્યાં…ગુજરાતની જનતાને સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ છે કે મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જીવવું સરળ રહે અને વેપારી વર્ગને વેપાર કરવામાં સરળતા રહે અને બીજો કોઈ બોજો ઠોકી બેસાડવામાં ન આવે.. તાજેતરમાં સરકારે જંત્રીના દર ડબલ કરી દેતા વિરોધ સાથે ઉહાપોહ થતા,સરકારે જંત્રીના દર ઘટાડવાની જરૂર હતી તેને બદલે એપ્રિલ મહિનાથી અમલ થશે એવી જાહેરાત કરતા,વિરોધકર્તાઓને શાંત પાડી દીધા છે. દામનગર નગરપાલિકા ( સરકાર) એ ગત સાલ દામનગરમાં વેપાર – ધંધો કરતા વેપારીઓ ઉપર રૂ.૫૦૦ હતો તેનાથી પાંચ ગણો એટલે કે રૂ.૨૫૦૦ કરતા,વેપારીઓએ વ્યવસાય વેરો ઘટાડવા ચીફ ઓફિસર ને લેખિતમાં રજૂઆત કરી હતી..પણ આજ સુધી વેપારીઓને ન્યાય મળ્યો નથી. વ્યવસાય વેરો ઘટાડવા અતુલ શુક્લે ગુજરાત સરકારના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને રજુઆત કરી વેપારીઓના હિતમાં નિર્ણય લેવરાવવા માટે સરકારમાં અને નગરપાલિકામાં સંકલન કરાવી યોગ્ય કાર્યવાહી કરાવવા રજુઆત કરી છે.
રિપોર્ટ અતુલ શુક્લ.
