દામનગરમાં શોભા વધારતા ડીવાઈડરમાં રહેલા વૃક્ષની સલામતી માટે રાખેલ પીંજરા ( ટ્રી ગાર્ડ ) ની હાલત ખરાબ.. પર્યાવરણનું જતન કરવા માટે સરકાર અને સંસ્થાઓ મહેનત કરે છે. મોટા અને નગરપાલિકા ધરાવતા શહેરોમાં રોડ વચ્ચે બનાવાયેલ ડીવાઈડરોમાં વૃક્ષારોપણ કરી તેઓની સલામતી માટે પીંજરા ફીટ કરવામાં આવતા હોય છે. અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં રાજ્યના માર્ગ પર દામનગર નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ ટ્રી ગાર્ડ ની હાલત ખરાબ જોવા મળે છે.આવા પીંજરાની હાલત સારી કરવામાં માટે સત્તાધીશો ધ્યાન આપે તે જરૂરી છે.( અતુલ શુક્લ.)



