દાહોદ
દાહોદ સેશન કોર્ટે અપહરણ બળાત્કાર, હત્યા અને પોકસો એક્ટના ગુનાના આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આરોપી કૌટુંબીક મામા શૈલેશ નારસીંગ માવીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, ગરબાડાના નળવાઈ ગામે ફેબ્રુઆરી ૩૧/૧/૨૦૨૦ માં કૌટુંબીક મામા એ ૬ વર્ષીય ભાણી ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી હતી. શૈલેષ નારસીંગ માવી સાંજે ઘરે આવી તેની કૌટુંબીક ભાણીને ચણાનો ઓળો ખવડાવો છે તેમ કહીને ઘરેથી મોટરસાયકલ ઉપર બેસાડીને લઈ ગયો હતો. બાળકીનો પરીવાર મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવવા રાજકોટ ગયા હતા ત્યારે કૌટુંબીક મામાએ ભાણી ઉપર બળાત્કાર કરી હત્યા કરી નાખી લાશને જંગલમા ફેકી દીધી હતી. જાે કે, આખરે ૩ વર્ષ બાદ આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારતા પરિવારને ન્યાય મળ્યો છે.
