Gujarat

દિવના વણાંકબારા જેટી બંદર કાઠે ચડાવેલી બોટમાં આગ લાગતા અફડા તફડી મચી ગઇ..

આગ બુજાવતા જતાં માછીમાર દાઝ્યો. બોટને ભારે નુકસાન થતા સહાય ચુકવવા માંગ.
સંઘ પ્રદેશ દિવના વણાકબારાની બંદર કાઠે જેટી ઉપર ચડાવેલી ચોપર કામ કરવા માટે રમેશ ભગવાનની માલિકીની મંગલમ નામની
ફાયબરની માછીમારી બોટ નં.D.D.02.1842માં આગ લાગતાં અફડા તફડીનો મચી ગઈ હતી. બોટમાં ફક્ત ભંડારીજ હાજર હોય
ટંડેલ અને ખલાસીઓ વિજ વાયર માપવાનું કામ કરવા ગયા હતા. બોટની અંદર ભોય તરિયામાં આગળના મોરામાં કોઈ કારણસર
શોટસર્કિટના કારણે આગ લાગતા માછીમારો એ દિવ ફાયરબ્રિગેડને જાણ કરીને પાણીના ટેંકરો દ્વારા આગને કાબુ કરવાની કોશિશ
કરી હતી. પરંતુ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં દિવ ફાયર બ્રિગેડ વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં દિવ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને
ઉના નગર પાલિકાની બે ગાડીઓ આગને કાબુ કરવા મદદે પહોચી હતી.

આસપાસ અન્ય ફાયબરની માછીમારી બોટો હોવાને કારણે આગ વધુ ન પ્રસરે તેથી મોટુ નુકશાન કરી શકે જેથી આગને કાબુ કરવા
માટે બોટની અંદર ફાયર બ્રિગેડના જવાનો સિલિન્ડર બાટલાની મદદથી આગને કાબુ કરવા કોશિશ કરી હતી. આગ લાગેલી બોટની
આજુબાજુની માછીમારીની ફાયબર બોટોને માછીમારો એ સ્વખર્ચે ક્રેન દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દ્રષ્ટિએ
આગનું કારણ શોટસર્કીટ જાણવા મળેલ છે. આગની જાણ દિવ ક્લેક્ટરને થતાં દિવ એસ.પી મણી ભૂષણ, ડેપ્યુટી કલેકટર વિવેકકુમાર,
ડી.વાઈ.એસ.પી. મનસ્વીજૈન, મામલતદાર ધર્મેશ દમણિયા, દિવ જીલ્લા પંચાયત પ્રમુખ ગ્રામ પંચાયતોના સરપંચો સભ્યો, તેમજ
બોટ એસોસિયેશનના સભ્યો તેમજ આપદા મિત્રોની રેસ્કયુ ટીમ અને મોટી સંખ્યામાં માછીમારો ઘટના સ્થળે પહોચી આગ
બુઝાવવાની કાર્યવાહીમાં મદદરૂપ થયાં હતા. એક માછીમાર અશ્વિન કાનજી સોલંકી આગ બુઝાવવામાં મદદ કરવા જતાં ઈજા
પહોંચતાં તેમને વણાકબારાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દીધી હતી. આગ બુઝાવવામાં
સમયસર દિવ ફાયરબ્રિગેડ અને માછીમારોની મદદ મળતાં મોટું જાનહાનિનું નુકશાન ટળ્યું હતું. પરંતુ બોટના માલિકને આ ફાયબર
બોટ ફકત બહારથી સારી લાગે છે. પણ અંદરથી ટોટલ લોસ થઈ ગયેલ છે. અને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન થયું છે. માછીમારો
એ સરકાર પાસે માંગ કરી છે કે અમારા પરિવાર માટે રોજીરોટી કમાવવાનું સાધન આગમાં છીનવાઈ જતાં સરકાર અમોને કોઈ
આર્થિક સહાય કરે તેથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય. બોટ માલિક અને તેમનો પરિવાર આ આગની ઘટનાથી આઘાત હોય અને
પરિવારની મહિલાઓ હૃદય ફાડરૂદન કરીને ભગવાન અને સરકાર પાસે પ્રાર્થના કરીને યોગ્ય આર્થિક સહાય કરે તેવી માંગ કરી રહ્યા
છે….

-ફિશરમેન-જેટી-ઉપર-બંદર-કાઠે-જેટી-ઉપર-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *