દિવ્યાંગ બાળકોને સંગીત (વિકલાંગ), નૃત્ય, નાટ્ય તેમજ લોકકલા તેમજ રાજયના પરંપરાગત અમૂલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા માટે કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ, ગાંધનીગર દ્રારા ઉમંગ ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદેશકક્ષા તેમજ રાજયકક્ષાએ ઉમંગ ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા સંગીત વિભાગમાં સમુહગીત, નાટ્ય વિભાગમાં એંકાકી, નૃત્ય વિભાગમાં લોકનૃત્ય, ગરબા, રાસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉમંગ ઉત્સવમાં ભાગ લેવા માટે ઇચ્છુક બાળકોએ નિયત ફોર્મ ભરી તા.૨૩/૦૧/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ મોકલવાનું રહેશે. આ અંગેનું નિયત ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢથી મેળવવાનું રહેશે.
