સ્પેશિયલ પીપીની નિમણુંક કરી સૂરજને કડક સજા અપાવવા માંગણી
જૂનાગઢની બાળકી ધારા કડીવારની નિર્મમ હત્યામાં પકડાયેલા સૂરજ ભૂવા સહિતના આઠે આરોપીઓ હાલ રિમાન્ડ પર છે ત્યારે જેતપુરમાં ચૂવાળિયા કોળી સમાજના લોકોએ એક રેલી યોજી, મામલતદારને આવેદન પત્ર આપી આઠેયને આકરી સજા કરવા માંગણી કરી હતી.
જૂનાગઢની માસુમાં ધારાની હત્યા સાયલા પંથકમાં થઈ હોવાનું બહાર આવતા પોલીસ પકડેલા સૂરજ ભૂવા સહિતના આઠે આરોપીઓને રિકન્ટ્રશન માટે ગઇકાલે સાયલા લઈ જવાયા હતા.
પોલીસને ત્યાંથી એટલેકે સૂરજ ભૂવાની વાડીમાંથી બાળકીના અસ્થિઓ પણ મળી આવતા તે કબજે કરાયા હતા.
સૂરજ સહિતના આઠે આઠ આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર છે ત્યારે જેતપુર શહેરમાં પણ બાળકી ધારાની કરપીણ હત્યાના ઘેરા પગલાં પડ્યા છે.
આજે કોળી સમાજના લોકોની મોટી સંખ્યામાં નીકળેલી રેલીમાં જોડાયેલા સર્વે આગેવાનોમાં ભારે રોષ સાથે અસંતોષ જોવા મળ્યો હતો. બાદમાં આગેવાનોએ સ્થાનિક મામલતદારને આવેદન આપી સૂત્રોચ્ચાર કરીને સૂરજ સહિતની આણીમંડળીને આકરામાં આકરી સજા કરાવવા માંગણી કરી હતી.
જાગૃત આગેવાનેઓએ મામલતદારને ત્યાં સુધી કહ્યું કે, આ હત્યા કેસમાં સ્પેસિયલ પીપીની નિમણુંક કરાવીને આરોપીઓને કડક સજા થાય તે જરૂરી છે
(ફોટો હરેશ ભાલિયા)


