ઉના દેલવાડા કેળવણી મંડળ સંચાલિત એમ.એસ.સંઘવી વિદ્યાલયમાં ધો. ૧૨ ના વિધાર્થીઓનું વિદાય સમારોહ અને ધો.૧૦ ના
વિધાર્થીઓ ની આવનારી બોર્ડની પરીક્ષા હેતુ શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના ટ્રસ્ટ તરફથી ધો.૧૨ના તમામ
વિધાર્થીઓને સ્મૃતિ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. અને ધો.૧૨ના વિધાર્થીઓ તરફથી પણ એમ.એસ.સંઘવી વિદ્યાલયની
આબેહૂબ કલાત્મક સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ હતી. આતકે શાળા નિયામક પ્રદીપભાઈ જોશી, આચાર્ય ભાવનાબેન કાવર તેમજ
સ્ટાફના શિક્ષકગણ અને ધો.૯ થી ૧૨ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા..

