ઉનાનાં દેલવાડા ગામે શ્યામનગરમાં રહેતા દાનાભાઈ ચનુભાઈ ડાભીનાં ઘરનાં ફળિયામાં અચાનક ૬ ફૂટનો ઝેરી કોબ્રા સાંપ દેખાતા
આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી ગયેલ હતી. આ સાપને પકડવા અશોકભાઈને જાણ કરતા તાત્કાલિક દેલવાડા દાનાભાઇના ઘરે
પહોંચી મહામહેનતે આ ઝેરી કોબ્રા સાપને પકડી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.


