ઊના તાલુકાના દેલવાડા ગામ પાસેથી પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં ચોમાસા દરમ્યાન વ્યાપક પાણી
આવતા લોકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો અને ઘણી વખત ૧૦ થી ૧૫ ગામો વિખુટા પડી જવાની સ્થિતી પણ
ઉભી થતી હતી. આ નદી પર પુલ બનાવવાની વારંવાર રજુઆત કર્યા પછી અંતે સરકાર દ્રારા આ નદી પર પુલ મંજુર તો કરવામાં
આવ્યો. પરંતુ પુલનું નિમાર્ણ કાર્ય ગોકળગાયની ગતી ચાલતુ હોવાની રાવ દેલવાડા ચેમ્બર ઓફ કોર્મસ દ્રારા કરવામાં આવી છે. વધુમાં
દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઇ સતિકુંવર સહીત તેમની ટીમે આ પુલના નિર્માણ કાર્યની મુલાકાત લીધી હતી. ત્યારે
ઇજનેર કિરીટભાઇ નકુમ સહીત ૧૨ લોકો આ પુલનું કામ કરી રહ્યાં હતા. ત્યારે બીજી તરફ ઇજનેરના જણાવ્યા મુજબ કામ બે થી
ત્રણ માસમાં પૂર્ણ થઇ જશે તેવું જણાવેલ. પરંતુ સ્થળ પર જે રીત કામ ચાલી રહ્યુ છે. તે પરથી આ કામ બે થી ત્રણ માસમાં પુરૂ
થવાની કોઇ શક્યતા દેખાતી ન હોય અને ચોમાસા દરમ્યાન આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આ વિસ્તારના ૧૦ થી ૧૫ ગામના
લોકોએ હાલાકી ભોગવવાનો વખત આવશે. આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ દેલવાડાના તમામ વેપારીઓ દ્રારા માંગણી
કરવામાં આવેલ છે કે પુલનું કાર્ય વહેલીતકે પૂણ થાય…


