Gujarat

દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા FM ટ્રાન્સમીટર્સ નું વિર્ચૂલ ઉદઘાટન થયુ

દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા FM ટ્રાન્સમીટર્સ નું વિર્ચૂલ ઉદઘાટન થયુ
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરત હસ્તે તારીખ 28 એપ્રિલ 2023 ના રોજ સવારે 10.30 વાગે વર્ચ્યુલી શુભારંભ કરવામા આવ્યો હતો . જે સમયે સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર તથા રાજ્ય સૂચના અને પ્રસારણ મંત્રી એલ. મુરુગન દિલ્હી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના દાહોદ ખાતે FM સ્ટેશન મળશે.જેનાથી વિવિધ ભારતી પુરા દાહોદને સાંભળવા મળશે.જેની ફ્રિકવન્સી 100.1 MHz રહેશે.

દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર એ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત દેશમાં 91 FM ટ્રાન્સમીટર્સ શરુ થયા છે,જેમાંથી દાહોદ જિલ્લામાં પણ એક FM સ્ટેશનનો સમાવેશ થાય છે. દેશમાં 91 સ્ટેશન પૈકી ગુજરાતમાં 10FM રિલે કેન્દ્ર માંથી દાહોદ જિલ્લામાં એક FM સ્ટેશનનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું સાંસદ એ વધુમાં જણાવ્યું હતી કે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદી આપડા જિલ્લાને પોતીકો જિલ્લો ગણે છે અને તેમને ટ્રાઈબલ માટે વિવિધ યોજનાઓ આપી છે.અને તેઓ દેશને ટેકનોલોજી ક્ષેત્રે કાયમ આગળ વધારવા માટે તત્પર હોય છે આ FM થી શિક્ષા, નાટકો , ગીતો, ઇતિહાસ અને સ્પોર્ટ્સ જેવા અનેક કાર્યક્રમો થકી દાહોદના યુવાઓ ને મનોરંજન ની સાથે જ્ઞાન પણ મળશે

આજનો આ કાર્યક્રમ દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન હોલમાં યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય કનૈયભાઈ કિશોરી , ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, એડિશનલ કલેક્ટર એ.બી પાંડોર, દાહોદ નગર પ્રમુખ રીનાબેન પંચાલ તથા દાહોદ ની જનતા જોડાઈ હતી અને ઉત્સાહ પૂર્વક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લાના લોકો માટે આ મોટી ખુશ ખબરી છે. હવે દાહોદના લોકો પણ FM પોતાના શહેરમાં અને 10 તો 15 km ni રેન્જમાં સાંભળી શકશે. દાહોદ જિલ્લાના દાહોદ ખાતે આકાશવાણી રીલે સ્ટેશન દાહોદ સિટી ગ્રાઉન્ડની બાજુમાં રિલે કેન્દ્ર થી આકાશવાણી ના કાર્યક્રમો રિલે થશે. રિપોર્ટર :- જેની શેખ

IMG-20230428-WA0006-1.jpg IMG-20230428-WA0004-2.jpg IMG-20230428-WA0005-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *