અંબાજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતા નું મોટું નિવેદન મોહનથાળ પ્રસાદ શરૂ નહીં કરવામાં આવે તો કલેક્ટર તેની ઓફિસમાં બેસી શકશે નહીં.*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અંબાજી દ્વારા અંબાજી મંદિરમાં 3 માર્ચથી માતાજીનું મહાપ્રસાદ એટલે કે મોહનથાળ નો પ્રસાદ અંબાજી મંદિરમાં બંધ કરવામાં આવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે દેવસ્થાન ટ્રસ્ટ અને કલેક્ટર શ્રી ના વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ અંબાજી મંદિર ચાચા ચોક ખાતે યાત્રિકો પણ જોડાયા હતા અને ચીકીના પ્રસાદ નો વિરોધ કરતા જોવા મળ્યા હતા. દેવસ્થાન ટ્રસ્ટ અને કલેક્ટર શ્રી દ્વારા આવતીકાલ સુધીમાં મોહનથાળ પ્રસાદ શરૂ નહીં કરવામાં આવશે તો કલેક્ટરને તેની ઑફિસમાં બેસવા દઈશું નહીં માટે તેમને ઉગ્ર નિવેદન છે અંબાજી મંદિરમાં તાત્કાલિક ધોરણે મોહનથાળ પ્રસાદ શરૂ કરે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતા નું મોટું નિવેદન જો આવતીકાલ સુધીમાં મોહનથાળ પ્રસાદ શરૂ નહીં કરવામાં આવે તો કલેક્ટર તેની ઓફિસમાં બેસી શકશે નહીં. મોહનથાળ પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા દક્ષેશ મહેતા તથા અંબાજી પ્રખંડના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને અંબાજી ગામની ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા દક્ષેશ મહેતા દ્વારા અંબાજી મંદિર ખાતે દેવસ્થાન ટ્રસ્ટના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું અને વિશ્વ હિન્દુ પરિષદના ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*