Gujarat

ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આક્રોશમા કર્યા ધરણા

*અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટીદારના પૂતળાનું દહન કર્યું અંબાજી મંદિરમાં મોહનથાળ ચાલુ કરવાની કરી ઉગ્ર માગણી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા મામલો ગરમાયો છે. ત્યારે નવ દિવસ હોવા છતાં પણ હજી સુધી આ મામલાનો અંત આવ્યો નથી. ત્યારે લાખો કરોડો લોકોની આસ્થા સાથે છેડા કરતાં વહીવટી તંત્ર અને સત્તાધારીઓ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા પરંપરાગત મોહનથાળ પ્રસાદના આ નિર્ણયને લઈ સમગ્ર દેશ દુનિયામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં સાથે સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વહીવટદારના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું.
વહીવટીકર્તા અને સત્તાધિકારીઓ સામે ભક્તો અને વિવિધ સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરના સામે ખોડીયાર ચોક પર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. જય શ્રી રામ રામ ધૂન સાથે બોલ મારી અંબેના  સાથે મોહનથાળ પ્રસાદના સમર્થનમાં વિરોધ દર્શાવી રહ્યા છે.  વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રીના નેતૃત્વમાં ધરણાંનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હાથોમાં મોહનથાળ પ્રસાદના સમર્થનના બેનરો અને સનાતનની ના સન્માન કરો ના બેનરો સાથે ખોડીયાર ચોક પર ભેગા થયા. ત્યારે મોહનથાળ પ્રસાદને ફરી માતાજીના ધામમાં ચાલુ કરવાની માંગણી કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંબાજી પ્રખંડ તેમજ પાલનપુર જિલ્લાના સહિત  સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ધરણાં માં જોડાયા હતા VHP નાં ગુજરાત પ્રાંતના મંત્રી
અશોકભાઈ રાવલ (દાદા) દ્વારા અંબાજી ગ્રામજનોને પણ મોટી સંખ્યામાં આ ધરણાં પ્રદર્શન માં જોડાવા આહવાન કર્યું હતુ અને અંબાજી ગામના લોકો અને જુદાજુદા હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ધારણા  જોડાયા હતા અને માઁ અંબાના દર્શન કરી માતાજીને મોહનથાળ નો મહાપ્રસાદ ધરાવી અંબાજી માતા ટ્રસ્ટ ના વહીવટદાર સાથે મુલાકાત કરી અને આવનાર સમયમાં જો મોહનથાળ મહાપ્રસાદની શરૂઆત ના કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ખાતરી આપી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *