Gujarat

ધર્મનગરી શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આપેશ્વર મહાદેવ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

*મોટા પ્રમાણમાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો ના આશીર્વાદ લેવા ગામજનો આતુર જોવા મળ્યા હતા*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા અનેક મંદિરો આવેલા છે તેમાંથી એક મંદિર આપેશ્વર મહાદેવનું પુરાણીક મંદિર રબારી વાસ ગબ્બર રોડ ખાતે આવેલું છે શ્રી આપેશ્વર મહાદેવ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં પ્રથમદિવસે યજ્ઞ-પ્રારંભ મંડપ-પવેશ મંડપ દેવતા પૂજન આહવાન અગ્નિ સ્થાપના સાથે પ્રથમ દિવસની શરૂઆત થઈ હતી જ્યારે બીજા દિવસે પ્રાંત પૂજન કળશયાત્રા શોભાયાત્રા શાંતિ પુષ્ટિ હોમ હવન અને ભવ્ય ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આપેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તેમાં રબારી સમાજના સૌ વડીલો યુવકો બહેનો પોતાની વેશભૂષા મા શોભાયાત્રા જોડાયા હતા જ્યારે ત્રીજા દિવસે પ્રાંત પૂજા ફડે ચુંદરી ભોજન પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ થાળ આરતી પૂજા પ્રતિષ્ઠા હોમ ઉત્તમ મંત્ર બલિદાન પૂર્ણાહતી મહા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરે મોટા પ્રમાણમાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમના દર્શન માટે ગામજનો આતુર જોવા મળ્યા હતા અંબાજી ખાતે શ્રી આપેશ્વર મહાદેવ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપેશ્વર મહાદેવ નીજ મંદિરમાં શિવ પરિવાર પાર્વતી માતા ગજાનંદ ભગવાન હનુમાન દાદા અને નંદી ભગવાનને ઢોલ નગારા સાથે બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચાર કરી મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં ગોપાલભાઈ મદનભાઈ અગ્રવાલ અને દાંતા રાજવી પરિવાર માંથી પરમવીર સિંહ પરમાર તેમજ ઓનેસ્ટ હોટલ વાળા બિલ્ડર હેમંતભાઈ દવે અને અંબાજી ગામજનોએ દિલ ખોલીને આ કાર્યમાં દાન આપીને સહભાગી બન્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન રબારી સમાજના યુવાનો વડીલો અને બહેનોમાં એકતા અને ઉત્સાહ જોવા મળ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *