ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ની ઉપસ્થિતિમાં લાઠી તાલુકા ભાજપ દ્વારા કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
તા.12-01-2023ના રોજ કાચરડી ગામ ખાતે લાઠી તાલુકા ભાજપ દ્વારા કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, લાઠી તાલુકાના પ્રભારી શ્રી જયાબેન ગેલાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેર, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભાઈ ભૂતયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનભાઈ કાનાણી, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા, તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રામદેવભાઈ પરમાર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેશભાઈ ડોંડા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાનું લાઠી તાલુકા ભાજપ, સેલ અને મોરચાઓ, સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો લાઠી તાલુકાના તમામ હોદ્દેદારો સંગઠનના પદાધિકારીઓ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ સેલ અને મોરચાના પ્રમુખ અને મહામંત્રી સરપંચશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિપક કનૈયા દ્રારા બાબરા