ધી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ.ધ્રાગડા દ્વારા સંચાલિત જામનગર રાજકોટ હાઇવે રોડ સોયલ ટોલ નાકા પાસે ધ્રાગડા.ધી પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ઘણા વર્ષોથી ધ્રોલ ખાતે પરીક્ષા કેન્દ્રમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એક માત્ર સંસ્થા છે. જે આ વર્ષે પણ વિદ્યાર્થીઓના ધોરણ 10 ના શ્રેષ્ઠ પરિણામથી સાબિત થયું છે. વર્ષ 2023 માં ધી પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલની (૧). વિદ્યાર્થીની કણજારીયા તૃશાલી અશ્વિનભાઈ 99.95 પી.આર સાથે સમગ્ર ધ્રોલ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે અને સમગ્ર ગુજરાતમાં પાંચમા ક્રમ મેળવી સંસ્થા નું નામ રોશન કરેલ છે.અને (૨). ભેસદડિયા ભક્તિ 99.81 પી.આર. સાથે સ્કૂલ માં બીજો ક્રમાંક અને-(૩). ધમસાણીયા ઉર્વશી 98.09 પિ.આર. સાથે સ્કૂલ માં ત્રીજો ક્રમાંક મેળવેલ છે. ધી પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધ્રાંગડા નું ધોરણ 10નું પરિણામ 99% આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ શાળાના શૈક્ષણિક કાર્યોમાં અને પરિણામથી ખૂબ જ ગદગદ થયા છે. શાળા પરિવાર અને શિક્ષકો વતી ધોરણ 10 માં તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવ્યા છે. શાળામાં એલકેજી થી ધોરણ 12 સાયન્સ કોમર્સ આર્ટસ માં પ્રવેશ કાર્ય ચાલુ છે……………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી. જામનગર.
ગામ:: હડિયાણા………………


