ઊના – ગીરગઢડાના ધોકડવા ગામે આવેલ માતાજીના મંદિરમાં ત્રણ તસ્કરો ઘુસી જઇ મંદિરની દાન પેટી તોડી અંદર રહેલ રોકડ
રકમની ચોરી કરી નાશી છુટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયેલ હોય આ અંગે ગીરગઢડા પોલીસમાં
ફરીયાદ નોધાવતા પોલીસે આ તસ્કરોને પકડી પાડવા ચક્રગતિમાન કરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડાના ધોકડવા ગામે આવેલ બલાડ માતાજીના મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટીને
અજાણ્યા શખ્સોએ તોડી પાડી દાન પેટીમાં રહેલ રૂ.૨૫ હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી નાશી છુટ્યા હતા.તેની જાણ
આજુબાજુના લોકોને થતા તાત્કાલીક મંદિરમાં દાન પેટી તુટેલી હાલતમાં જોઇ ચોકી ઉઠ્યા હતા. અને દાન પેટીમાં રહેલા રકડ રકની
ચોરી થયેલ માલુમ પડતા મંદિરમાં ફિટ કરાયેલ સીસી ટીવી કેમેરા ચેક કરતા તેમાં ત્રણ અજાણ્યા શખ્સો મંદિરમાં પ્રવેશ કરી દાન પેટી
તોડી અંદર રહેલા રોકડ રકમની ચોરી કરતા નજરે પડેલ હોય આ અંગે મુકેશભાઇ રૂડાભાઇ ગુજ્જરે ગીરગઢડા પોલીસમાં ત્રણ
અજાણ્યા શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આ તસ્કરોની ઝડપી પાડવા તપાસ હાથ ધરેલ છે.