ઊના – ધોકડવા ગામની મેઈન બજારમા પીજીવીસીએલના તુટી ગયેલા વિજ થાંભલા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હોવા જેથી
વાહન ચાલકો, રાહદારીઓ, બાળકો પર અકસ્માતની ભીતી સેવાય રહી હતી. અને આ વિજપોલ પડે નહીં તે માટે ગામમાં રહેતા
લોકોએ પોતાના ઘર તેમજ ઝાડ સાથે દોરડા વડે વિજપોલને બાંધીને રાખ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા નજીકની પી.જી.વી.સી.એલ.
ની પેટા વિભાગ કચેરી પર જાણ કરવામાં આવી હતી. પરંતુ પીજીવીસીએલના અધિકારી માત્ર જોઇ ચાલ્યા જતા હતા. પરંતુ આ
બાબતે ગંભીરતા લઇ કાર્યવાહી ક્યારે કરશે તેવાં અનેક સવાલો લોકોમાં ઉઠવા પામેલ છે. અને આ તુટી ગયેલા વિજપોલને દૂર કરી
નવા પોલ ઉભા કરવાની માંગ ગ્રામજનોમાં ઉઠી હતી. જે અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થતાં પીજીવીસીએલ તંત્ર
હરકતમાં આવી ધોકડવા ગામમાં તુટી ગયેલા વિજ પોલને તાત્કાલીક બદલી નવા વિજ પોલ ઉભા કરવામાં આવતા ગામ લોકોમાં
ભારે રાહત પ્રસરી ગયેલ હતી અને હાશકારો અનુભવ્યો હો.
