Gujarat

ધોમધખતાં તાપમાં ચલાલા ખાતે આવેલ શ્રી નાગરદાસ દોશી ટ્રસ્ટ દ્વારા ચલાલાના  જુદા જુદા વિસ્તારોમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વર્ષોની પરંપરા મુજબ આ ઉનાળાના ધોમધખતાં તાપમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે પૌષ્ટિક, તાજી અને સ્વાદિષ્ટ છાશ મળી રહે તે ઉદ્દેશથી ચલાલાના જુદા જુદા વિસ્તારોમાં શ્રી નાગરદાસ દોશી ટ્રસ્ટ દ્વારા ચલાલાના સેવાભાવી આગેવાન શ્રી મહેશભાઈ કુંડળના માર્ગદર્શન હેઠળ સ્થાનિક આગેવાનોની હાજરીમાં શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા. આ તકે ચલાલાના વતની અને હાલ જુનાગઢ રહેતાં નિવૃત્ત શિક્ષક અને સેવાભાવી શ્રી મહેશભાઈ કુંડળ ચલાલા પટેલવાડીના પ્રમુખ શ્રી નાથાભાઈ ઠેસીયા, ટ્રસ્ટી શ્રી પ્રાગજીભાઈ પટેલ, લોહાણા સમાજના અગ્રણી શ્રી પ્રકાશભાઈ કારીયા, બ્રહ્મ સમાજના મંત્રી શ્રી હસુભાઈ જોષી, નાથાભાઈ, છગનભાઈ અંટાળા સહિતના ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. શ્મામવાડી, પટેલવાડી, હુડકો નં ૨ અને ગાયત્રીનગરના છાશ વિતરણ કેન્દ્રો પર જરૂરિયાતમંદ પરિવારો વિનામૂલ્યે જરૂરિયાત મુજબ છાશ મેળવી આત્મસંતોષ પ્રાપ્ત કરી રહ્યા છે. આ ચાર કેન્દ્રો પરથી જરૂરિયાતમંદ ૫૦૦ થી વધુ પરિવારો વિનામૂલ્યે છાશ મેળવી રહ્યા છે. શ્રી નાગરદાસ દોશી ટ્રસ્ટ ચલાલાની આ સેવાકીય પ્રવૃત્તિઓ લોકોમાં ભારે પ્રશંસનીય બની રહી છે.

IMG-20230424-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *