પેટા
રાહતના તલવમાંથી ઉસેડાતી મોરમ ગામના ખેડૂતોને આપતી હોવોનું જણાવી ભૂમાફિયાઓ દ્વારા ખનીજની બેફામ ચોરી : સંબંધિત તંત્ર શા માટે કાઢે છે ખનીજચોરોની લાજ ?
પેટા
સર્કલ ઓફિસરે ખનીજ ચોરી સ્થળે દોડીને 6 ડમ્પર અને 1 હિટાચી મશીન પોલીસને બોલાવી કબજે કરાવ્યા
ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે રાહતના તલાવમાંથી મોરમ ખનીજ ખોદી, ખેડૂતોને અપાતી હોવાના સૌને ઉંધા ચશ્મા પહેરાવનાર ભૂમાફિયાના મોરમ ખનન પર ગઇકાલે ગ્રામજનોએ જનતા દરોડો પાડતા ખનીજ ચોરો પોતપોતાનાં વાહન મૂકીને ઊભી પુંછડીએ ભાગી ગયા હતા. અચરજની વાત તો એ છે કે, આ બાબતે ધોરાજી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મારતે ઘોડે ઘટના સ્થળે આવી હતી પણ વાહનો ખાલી છે, અમે કઈ ન કરી શકી તેવા બહાના તળે ડેલીએ હાથ દઈને પાછી ધોરાજી ચાલી ગઈ હતી. જોકે આજે સર્કલ ઓફિસરે ખનીજ ચોરી સ્થળે એટલેકે ઉમરકોટ દોડી જઈને ગ્રામજનોની ફરિયાદ સાંભળી, પોલીસને બોલાવી 6 ડમ્પર અને 1 હિટાચી મશીન પોલીસને બોલાવી કબજે કરાવતા ભૂમાફિયાઓમાં નાસભાગ મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરજીના ઉમરકોટ ગામે આવેલા રાહતના તળાવમાં લાંબા સમયથી મોરમ ઉપાડીને, ખેડૂતોને આપતા હોવાનું ગાણું ગાઈને અમુક ભૂમાફિયા બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. આ અંગે અનેકવારની ફરિયાદો પછી પણ સ્થાનિક સરપંચ કે સત્તાવાળાઓ કોઈ યોગ્ય કામગીરી, કાર્યવાહી ન કરતાં ગઇકાલે રોષે ભરાયેલા ઉમરકોટના ગ્રામજનો ખનીજ ચોરી સ્થળે જનતા દરોડો પાડવા પહોંચી ગયા હતા.
ગ્રામજનોનું મોટું ટોળું ખનીજ ચોરી સ્થળે આવી રહ્યાનું જાણી ગયેલા ખનીજ ચોરો 6 ડમ્પર અને 1 ઇટાચી મશીન મૂકીને નાસી ગયા હતા. બીજીબાજુ જાગૃત લોકોએ ધોરાજી પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી તો મારતે ઘોડે પણ વાહનોમાં કોઈ ખનીજ નથી, અને ખાલી છે તેવું કહીને તુરંત સ્થળેથી પાછી ફરી હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત જાગૃત લોકોને આશ્ચર્યનો પાર રહ્યો નહોતો અને આક્ષેપો કર્યા હતા કે બુમાફિયાઓ જાણે પોલીસને પણ ખરીદી લીધી હોવી જોઈએ. ત્યારે આ બાબતે લાગતાં વલગતાં ખાણ અને ખનીજ તંત્રે ઉમરકોટ ખનીજ ચોરી પ્રકરણની ઊંડી તપાસ કરવી જોઈએ તેવું ગ્રામજનો કહે છે.
—
બોક્સ : “જાના થા ઝપાન, પહુંચ ગયે દિલ્હી” જેવુ ભૂમાફિયાઓનું કૌભાંડ ??
જેતપુર : ગામના ખેડૂતોએ કહ્યું હતું કે, અત્યાર સુધી અહીથી માટી-મોરમને ઉસેડીને જતાં ભૂમાફિયાઓએ આ માટી ખેડૂતોને આપવામાં આવે છે તેવું બહાનું ધરી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરી છે, પણ ગ્રામજનોએ તપાસ કરતાં કોઈ ખેડૂતને માટી-મોરમ અપાઈ નથી પણ જેતપુર નેશનલ હાઇવે કામગીરી સ્થળે મોરમ પહોંચડાતી હોવાની વિગતો બહાર આવી છે. અને આવા કારણસર જ જનતા દરોડો પાડવા નક્કી કરાયું હોવાનું ઉમરકોટના ગ્રામજનો અને ખેડૂતોએ જણાવ્યું હતું.
બોક્સ : સ્થાનિક સરપંચની ભૂમાફિયાઓ સાથે મિલીભગતની પ્રબળ આશંકા
જેતપુર: ગામના જાગૃત લોકો અને ખેડૂતોનું કહેવું છે કે, કોઈ પણ ગામનો મુખી એટલે સરપંચ. મુખી પોતાના ગામમાં કે સિમતલ વિસ્તારમાં ધારે તે થાય નિયમો મુજબ અને ધારે તે પ્રવુત્તિઓ (ગેરકાયદેસર) અટકાવી શકે. પણ અહી સરપંચની કાર્યવાહી અને કામગીરી બાબતે દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી હોવાનું ઉપસી રહ્યું છે. કારણકે સ્થાનિક ગ્રામપંચતમાં સરપંચ દ્વારા ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે રાહતના તળાવમાંથી ખેડૂતો પોતાના ખર્ચે માટી-મોરમ ઉપાડી શકે છે અને આમ કરવાથી તળાવની પાણી સંગ્રહતા વધશે તો અંતે ખેડૂતોને જ ફાયદો થશે.
પણ સવાલ ત્યાં ઊભો થયો કે, ગામના કોઈ ખેડૂતોએ તો માટી-મોરમ ઉઠાવી નથી ?! અને ડમ્પર જેવા મોટા વાહનો અને ઇટાચી જેવા વિશાળ મશીનો દ્વારા આ માટી કયા પહોંચાડાય છે ? તે વાતની તપાસ દરમિયાન ખબર પડી કે તળાવમાથે ઉસેડાતી માટી ખેડૂતોના ખેડતરમાં નહીં પણ રોડના સરકારીકામ સુધી પહોંચાડાય છે. મતલબ કે સ્થાનિક સરપંચ અને અન્ય સભ્યોની પણ આ ખનીજ ચોરીમાં સંડોવણી હોવાનું નકારી ન શકાય. તે વાટ ધ્યાને લઈને મામલતદાર, ટીડીઓ, ડીડીઓ અને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ઉમરકોટ તળાવમાંથી ચોરાતી માટીની તાત્કાલિક તપાપાસ કરવી જોઈએ. અન્યથા સરકારી તિજોરીને લાખો રૂપિયાની નુકશાની જશે તે નક્કી છે.
બોક્સ : ધોરાજી જીના સર્કલ ઓફિસર પહોંચ્યા ઉમરકોટ: પોલીસ બોલાવી વાહનો કરાવ્યા જપ્ત
ઉમરકોટના તળાવમાંથી વ્યાપક ચોરી થતી હોવાની ગ્રામજનોની ફરિયાદ અને જનતા દરોડાની ઘટના બાદ ધોરજીના સર્કલ ઓફિસર દોડી આવ્યા હતા અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી. બીજી બાજુ લોકરોશ દરમિયાન સર્કલ ઓફિસરે ધોરાજી પોલીસને બોલાવી ખનીજ ચોરીમાં વપરાતા 6 ડમ્પર અને 1 હિટાચી મશીન કબજે કરાવતા ભૂમાફિયા તત્વોમાં દોડધામ થઈ પડી છે. એક જાગૃત વ્યક્તિ બસીરભાઈ રજાકભાઈ ખેરાડીએ બેધડક આક્ષેપ કરતાં પત્રકારોને કહ્યું કે, તળાવમાંથી મોટાપાયે ખનીજ ચોરી થઈ રહી છે તે વાસ્તવિકતા હોવાનું બાહર આવ્યું છે. ઉમરકોટના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રીની પણ આ વાતમાં સંડોવણી હોવી જોઈએ. જેતપુર નેશલન હાઇવે પર વેચાણ થતું હોવાનું તેઓની જાણમાં આવ્યું છે. અને કસૂરવાર ભૂમાફિયાઓ સામે કાયદેસરના પગલાં ભરવાંમાં આવે તેવી તેમણે માંગ કરી હતી.