Gujarat

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર

અમદાવાદ
ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ધો.૧૨ સાયન્સનું કુલ ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં ૭૨.૨૭ ટકા અને બી ગ્રુપમાં ૬૧.૭૧ ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ ૯૦.૪૧ ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું ૨૨ ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ ૮૩.૨૨ ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું ૬૫.૩૨ ટકા અને અંગ્રેજી માધ્યમનું ૬૭.૧૮ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૬.૪૪ ટકા પરિણામ ઘટ્યું છે. કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પેપર અઘરા નીકળતા વિદ્યાર્થીઓને ધાર્યા પરિણામ આવ્યા નથી. આથી વિદ્યાર્થીઓને આ બન્ને વિષયે રડાવ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, મહેનત પ્રમાણે ધાર્યું પરિણામ આવ્યું નથી.પરિણામ આવતા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ધાર્યા કરતા ઓછું આવ્યું છે. અમે બહુ મહેનત કરી હતી, પરંતુ પરિણામને લઈને થોડું દુખ થયું છે. આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ખૂબ હાર્ડ પેપર હતું. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી સાથે થોડું દુખ પણ જાેવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જાેઈ શકાયુ હતું.બોર્ડ દ્વારા પહેલીવાર વોટ્‌સએપ નંબર ઉપર પણ પરિણામ આપવામાં આવ્યું છે.જે ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પરિણામ ઓછુ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬૬% આવ્યુ છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું ૬૬.૩૨ ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૬૪.૩૨ ટકા આવ્યુ છે.આ વર્ષે ૮૩.૨૨ % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ ૨૨ % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે. ૯૦. ૪૧ ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતુ કેન્દ્ર હળવદ બન્યુ છે. આ સાથે જ રાજકોટમાં ૮૨ % જેટલુ પરિણામ આવ્યુ છે.આ વર્ષે કુલ ૨૭ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યુ છે. જ્યારે ૧૦ ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ ૭૬ શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૬૭.૧૮ ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૫.૩૨ ટકા જાહેર થયુ છે. જ્યારે છ ગ્રૂપના ઉમેદવારોનું ૭૨.૨૭ ટકા પરિણામ આવ્યુ છે. બી ગ્રૂપના ઉમેદવારોનું ૬૧.૭૧ ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત છમ્ ગ્રૂપના ઉમેદવારોનું ૫૮.૬૨ ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ ૩૫ કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ ૧૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦ બોર્ડમાં ૯,૫૬,૭૫૩, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૨૬,૮૯૬, સંસ્કૃત પ્રથમના ૬૪૪, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના ૪,૩૦૫, વ્યવસાયલક્ષી પ્રવાહના ૭૯૩ જ્યારે સંસ્કૃત માધ્યમના ૭૩૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જીએસઇબી ધોરણ ૧૦ ની પરીક્ષા ૨૦૨૩ માર્ચ ૧૪ અને ૨૮, ૨૦૨૩ ની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે ય્જીઈમ્ ધોરણ ૧૨ ની પરીક્ષા ૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહ માટે ૧૪ થી ૨૫ માર્ચ, ૨૦૨૩ અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ ૧૪ થી ૨૯, ૨૦૨૩ ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.રાજ્યમાં ૩ એપ્રિલના રોજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ છ, બી અને ગ્રુપ એબીના અંદાજે ૧,૨૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં પરીક્ષા આપી હતી.ધો.૧૨ સાયન્સના રિઝલ્ટ જાહેર થયું છે તેમાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ- ૬૬.૩૨ ટકા,નિયિમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ – ૬૪.૬૬ ટકા,હળવદ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર- ૯૦.૪૧ ટકા,લીમખેડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર- ૨૨ ટકા, સૌથી વધુ પરિણામ ધરાવનાર જિલ્લો મોરબી- ૮૩.૨૨ ટકા,સૌથી ઓછું પરિણામ ધરાવનાર જિલ્લો દાહોદ- ૨૯.૪૪ ટકા, ૧૦૦ ટકા પિરણામ ધરાવતી શાળાઓની સખ્યા- ૨૭, ૧૦ ટકા કે તેથી ઓછું પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા- ૭૬,એ૧ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- ૬૧,એ૨ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- ૧,૫૨૩,અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી- ૬૭.૮ ટકા,ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પિરણામની ટકાવારી- ૬૫.૩૨ ટકા,એ ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- ૭૨.૨૭ ટકા,બી ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- ૬૧.૭૧ ટકા,એબી ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- ૫૮.૬૨ ટકા,પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમદવારોની સંખ્યા- ૭૨,૧૬૬ રહી છે. જયારે વિષયવાર પરિણામની ટકાવારી જાેઇએ તો ગુજરાતી (એફએલ) ૯૯.૯૨,હિન્દી (એફએલ)૧૦૦,મરાઠી (એફએલ) ૯૯.૩,ઉર્દુ (એફએલ) ૧૦૦,અંગ્રેજી (એફએલ)૯૮.૧૬,ગુજરાતી (એફએલ)૧૦૦,હિન્દી (એસએલ) ૯૯.૫ અંગ્રેજી (એસએલ) ૯૪.૮૧,ગણિત ૭૮.૫ કેમિસ્ટ્રી ૬૭.૧૪,ફિઝીક્સ ૬૬.૨૯,બોયોલોજી ૭૩.૬૩,સંસ્કૃત ૯૬.૫૩,એરેબિક,૧૦૦,કોમ્પ્યુટર ૮૭.૨૪ ટકા આવ્યું છે સમગ્ર રાજ્યમાં ૧.૨૫ લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. ૧૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ ૧ મહિના બાદ એટલે કે આજે ૨ મેના રોજ જાહેર થયું છે. આજે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થયુું છે, ત્યાર બાદ ૩ દિવસ પછી સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.માર્ચ મહિનાની ૧૪મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આશરે ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૬.૫૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જાેકે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઇજનેરી કરતાં મેડિકલ લાઈનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ વર્ષે રાજ્યના ૮૩ ઝોનમાં ૧૬૨૩ કેન્દ્રોમાં ૫૫૪૧ બિલ્ડિંગમાં ૫૬૬૩૩ બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. ૨૦૨૨માં ધો.૧૨ સાયન્સમાં ૭૨.૦૨ ટકા પરિણામ આવ્યું હતું. જેમાં સૌથી વધુ પરિણામ ૯૬.૧૨ ટકા સાથે લાઠી કેન્દ્ર હતું. સૌથી ઓછું ૩૩.૩૩ ટકા સાથે લીમખેડા કેન્દ્રમાં પરિણામ આવ્યું હતું. સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ હતો. જ્યારે ઓછું ૪૦.૧૯ ટકા પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ હતો. ૧૦૦ ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા ૬૪ હતા અને ૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા ૬૧ હતી. ૨૦૦૨માં ધો.૧૨ સાયન્સના પરિણામમાં એ પ્લસ ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા ૧૯૬ હતી. જ્યારે એ ૨ ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા ૩૩૦૩ હતી.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *