Gujarat

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલ

ગાંધીનગર
પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્ર વિકાસમાં ફાળો આપવા આહવાન કર્યું હતું. મંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમા ચાલુ વર્ષે કુલ ૪૮૨ કેન્દ્રો હતા. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમા ચાલુ વર્ષે કુલ નિયમિત ૪,૭૯,૨૯૮ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૪,૭૭,૩૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી ૩,૪૯,૭૯૨ પરીક્ષાર્થીઓ ઉર્તિણ થયા છે. મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું ૬૭.૦૩ ટકા તથા વિદ્યાર્થીનીઓનું ૮૦.૩૯ ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૮૩ ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૯.૧૬ ટકા છે. કચ્છ જિલ્લો ૮૪.૫૯ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે દાહોદ જિલ્લો ૫૪.૬૭ ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યો છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *