Gujarat

ધોરણ 12 સાયન્સનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં જિલ્લામાં બોડેલી કેન્દ્ર ના વિદ્યાર્થીઓ એક થી ત્રણ ક્રમાંકમાં આવ્યા

બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ

ધોરણ. 12 સાયન્સનુ બોર્ડ પરિણામ છોટાઉદેપુર જિલ્લાનુ રાજ્યમાં નિમ્ન કક્ષાનુ રહ્યું હતું. જિલ્લામાં છોટાઉદેપુર અને બોડેલી બે કેન્દ્ર માં બોડેલી કેન્દ્ર  નુ 25.54  અને બોડેલી શાળા નુ માત્ર 20.53 ટકા આવ્યું હતું.જિલ્લા માં પ્રથમ ત્રણ ક્રમે આવેલા તમામ બોડેલી ના તેજસ્વી છાત્રો માં જીગ્નેશ કુમાર પ્રજાપતિ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓની પુત્રી કશિશ પ્રજાપતિ 99.06 પર્શનટાઇલ બોડેલી કેન્દ્ર અને છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. બીજા ક્રમે આયેશા સાજીદ અહેમદ ના 96.49, ત્રીજા ક્રમે બે છાત્રો આવ્યા તેમાં પંચોલી યસ દીપકભાઈ અને રાઠવા યસ નગીનભાઈ ના 96.13 આવ્યા છે. બોડેલી સહિત છોટાઉદેપુર જીલા માં સૌથી નીચું પરિણામ આવતા વાલીઓ માં ચિંતા ઉપજી છે.
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીની શેઠ એસ એચ શિરોલા વાલા હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ પ્રથમ બીજા અને ત્રીજા ક્રમમાં આવ્યા
1 કશિશ પ્રજાપતિ
2 આયેશા સાજીદ ખત્રી
3  પંચોલી યસ

3  રાઠવા યસ

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230502-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *